એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો? વાત એક વોટથી હારનાર પહેલાં ઉમેદવારની…
આવતીકાલનો દિવસ ચાર રાજ્યના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે ત્રીજી ડિસેમ્બરના મતગણતરી ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત કુલ ચાર રાજ્યના વિજેતા ઉમેદવારોની ઘોષણા કરવામાં આવશે, પરંતુ આજે આપણે અહીં એવી કેટલીક ઐતિહાસિક ઘટનાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં એક વોટે ઉમેદવારનું ભાવિ નક્કી કર્યું છે… રાજસ્થાનના રાજકારણમાં એક એવી ઘટના જોવા મળી હતી જેમાં એક વોટે રાજકીય સમીકરણો બદલી નાખ્યા હાતા આવો જોઈએ આવી જ કેટલીક બીજી ઘટનાઓ વિશે.
મતગણતરી દરમિયાન ઘણી વખત મોટી મોટી સીટ પર લોકોની નજર હોય અને રાજસ્થાનની આવી જ એક સીટ છે નાથદ્વારા. નાથદ્વારાની સીટ અનેક રીતે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે આ જ સીટ પર 2008માં રોમાંચક મુકાબલો થયો હતો.
રાજસ્થાનની નાથદ્વારા સીટ પર ભાજપના મુખ્ય ઉમેદવાર હતા કલ્યાણ સિંહ અને કોંગ્રેસના સીપી જોશી. આ સીપી જોશીની પરંપરાગત સીટ હતી અને આ સીટ પરથી તેઓ 1980, 1986, 1998 અને 2003માં ચૂંટણી પણ જિત્યા હતા. પરંતુ 2008માં કંઈક એવું થયું કે જેણે રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. 2008માં જ્યારે ગણતરી કરવામાં આવી તો જિત ભાજપના કલ્યાણસિંહની થઈ હતી. પરંતુ પરિણામ આવ્યા બાદ સૌથી વધુ ચર્ચા થઈ હતી માર્જિનની. કલ્યાણસિંહને ચૂંટણીમાં 62,216 વોટ મળ્યા હતા જ્યારે સીપી જોષીને 62,215 વોટ મળ્યા હતા અને માત્ર એક જ વોટથી સીપી જોશીને હારનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ વાત તો એ છે કે સીપી જોશી મુખ્ય પ્રધાનપદના પ્રબળદાવેદાર હતા, આ ચૂંટણીમાં કોંગ્રેસની જિતની સાથે જ એમનું મુખ્ય પ્રધાન બનવાનું એકદમ નક્કી જેવું જ હતું પરંતુ એક વોટે રાજસ્થાનના રાજકારણના સમીકરણો બદલી નાખ્યા હતા.
2004માં એક વોટની શું કિંમત હોય છે એની જાણ ઉમેદવારોને થઈ હતી. આ વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને કર્ણાટકના સંથેમરહલ્લી મતદાર સંઘની. મતગણતરી બાદ આ સીટના બે પ્રમુખ દાવેદા હતા જનતા દળ સેક્યુલરના કે. આ. કૃષ્ણમૂર્તિ અને કોંગ્રેસના ધ્રુવ નારાયણ. અહીંયા પણ એક જ વોટથી કોંગ્રેસના ઉમેદવાર જિતી ગયા ગયા હતા. ધ્રુવનારાયરણને 40,752 વોટ મળ્યા હતા અને એ. આર. કૃષ્ણમૂર્તિને 40,751 વોટ મળ્યા હતા અને આ હાર સાથે જ કૃષ્ણમૂર્તિ વિધાનસભાની ચૂંટણીમાં એક વોટથી હારનાર પહેલો ઉમેદવાર બની ગયા હતા.