નેશનલ

લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા…

લદ્દાખમાં: લદ્દાખમાં 2 ડિસેમ્બર 2023ના રોજ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. જો કે ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાની થઈ નથી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ સવારે 8.25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે 35.44 ડિગ્રી અક્ષાંશ અને 77.36 ડિગ્રી રેખાંશ પર હતું.

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ દિવસોમાં હિમાલયની પર્વતમાળામાં બે પ્લેટો વચ્ચે થતા આંતરિક ઘર્ષણને કારણે આ વિસ્તારોમાં ભૂકંપની વધુ ઘટનાઓ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ભૂતકાળમાં અફઘાનિસ્તાન, જમ્મુ કાશ્મીર, નેપાળ, અરુણાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં ઘણી ભૂકંપની ઘટનાઓ નોંધાઇ છે.

બાંગ્લાદેશ અને ભારતમાં 02-12-2023ની સવારે ભારતીય સમય પ્રમાણે 09:05ને સુમારે 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર સપાટીથી 55 કિલોમીટર નીચે 23.15 ડિગ્રી અક્ષાંશ અને 90.89 ડિગ્રી રેખાંશ પર હતું. પશ્ચિમ બંગાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં કોઈ નુકસાનની જાણકારી મળી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button