loksabha સંગ્રામ 2024નેશનલ

જો EVM અને VVPATના આંકડા સમાન ન આવે તો કયા નિર્ણયને અંતિમ માનવમાં આવશે? જાણો શું છે આ સિસ્ટમ

નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન (વોટિંગ) પૂરું થઈ ગયું છે. આવતી કાલે ત્રણ ડિસેમ્બરે વોટનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે અને ચાર ડિસેમ્બરે મિઝોરમમાં ગણતરી કરવામાં આવશે. ઇવીએમ મશીન (EVM Machine) ને લીધે આ વોટ કાઉન્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે. ઇવીએમ મશીન પર કરવામાં આવેલા વોટના રિઝલ્ટને વીવીપીએટી સિસ્ટમ (VVPAT) ના રિઝલ્ટ સાથે સરખામણી કરવામાં આવે છે.

આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા વીવીપીએટી પેપર સ્લિપની સાથે ઇવીએમ મશીનના વોટ સાથે સમાન આવવું જોઈએ એવો આદેશ જારી કરવામાં આવ્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થતાં પરાજિત થયેલી પાર્ટી દ્વારા આ વોટોની ગણતરીમાં ભૂક કે ઇવીએમ હેક થયા હોવાનો એવા અનેક આરોપો કરવામાં આવે છે.

પણ ક્યારે જો ઇવીએમ મશીન અને વીવીપીએટી સિસ્ટમના ગણતરીના આંકડામાં ક્યારે તફાવત આવે તો કયા નિર્ણયને સાચો અને છેલ્લો માનવમાં આવશે? ઉપરનો સવાલ વાંચીને તમારા મનમાં એક સવાલ ઊભો થયો હશે કે શા માટે આ બંનેના વોટના આંકડાને મળવવામા આવે છે? એનો જવાબ છે કે ઇવીએમ પહેલા બેલેટ પેપર પર મતદાન કરવામાં આવતું હતું.

ઇવીએમને ઉપયોગમાં લાવ્યા બાદ વર્ષ 2013માં આ વોટિંગ પ્રોસેસમાં વોટર વેરિફાયર પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએટી) આ સિસ્ટમને સામેલ કરવામાં આવી. વીવીપીએટી સિસ્ટમમાં ઇવીએમમાં વોટ આપ્યા બાદ ચૂંટણી ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ પ્રિન્ટ કરેલી પેપર સિલ્પ (રસીદ) બને છે જેને લીધે વોટિંગમાં પારદર્શકતા આવે છે અને મતદાતાને તેણે સાચા ઉમેદવારને વોટ આપ્યો છે કે નહીં તેની જાણ થાય છે.

મતદાન પૂરું થયા બાદ રિટર્નિંગ ઓફિસર (આરઓ) દરેક બાબતોનું ધ્યાન રાખે છે જેની ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ઇસીઆઇ) દ્વારા નિમણૂક કરવામાં આવે છે. વોટની ગણતરી વખતે આરઓ અધિકારી ત્યાં હાજર હોય છે. ત્યારબાદ નક્કી કરવામાં આવેલી તારીખ પર ઇવીએમના વોટનું કાઉન્ટિંગ કરવામાં આવે છે.

સીલ કરેલા ઇવીએમ મશીનને અધિકારીની હાજરીમાં ખોલવામાં આવે છે અને ઇવીએમના વોટ અને વીવીપીએટીની રસીદને ગણવામાં આવે છે. હંમેશા આ બંનેના આંકડા સમાન આવે છે. પણ જો ક્યારે તે સમાન ન આવે તો વીવીપીએટીની રસીદના આંકડાને અંતિમ માની તેના પરિણામને જારી કરવામાં આવે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button