સ્પોર્ટસ

…અને અચાનક ચાલુ મેચમાં જિતેશ શર્માએ કર્યું કંઈક એવું કે બધાના શ્વાસ થંભી ગયા!

રાયપુરઃ ગઈકાલે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામે T-20 મેચમાં જિત હાંસિલ કરીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાને નામે કરી લીધી છે. પરંતુ આ મેચમાં કંઈક એવું બન્યું હતું કે જેને કારણે મેચ વચ્ચે રોકી દેવામાં આવી હતી અને બધાના શ્વાસ થંભી ગયા હતા. આવો જોઈએ શું છે આ ઘટના…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી T-20 મેચ દરમિયાન ચોગ્ગા-છગ્ગાની આંધી તો નહીં જોવા મળી પણ આ મેચ ચોક્કસ જ અમુક ઘટનાઓને કારણે આ મેચ ઈન્ટ્રેસ્ટિંગ ચોક્કસ સાબિત થઈ હતી, પછી એ સ્ટેડિયમમાં બત્તી ગુલની વાત હોય, કેપ્ટન સૂર્યકુમાર તેના પ્લેઈંગ ઈલેવનમાં કરવામાં આવેલા ચાર રિપ્લેસમેન્ટમાંથી કોઈ એક ખેલાડીનું નામ ભૂલી જવાની વાત હોય કે જિતેશ શર્માનો સીધો શોટ અમ્પાયરને પણ ફિલ્ડિંગ કરવા મજબૂર કરી દીધો હતો.

વાત જાણે એમ છે કે પ્લેઈંગ ઈલેવનમાં આ મેચમાં વિકેટ કિપિંગ માટે ઈશાન કિશનને બદલે જિતેશ શર્માને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેણે કેપ્ટને તેમાં દેખાડેલા વિશ્વાસ પર ખરો ઉતરીને પોતાની ગેમ દેખાડી હતી.

14મી ઓવરમાં જિતેશ પાંચમા નંબર પર રમવા આવ્યા હતા અને તેણે પોતાની આક્રમક ગેમથી ઓસ્ટ્રેલિયન બોલરને પરેશાન કરી દીધા હતા. 15મી ઓવરમાં જ ક્રિસ ગ્રીનના બીજા બોલ પર જિતેશે છગ્ગો માર્યો હતો અને ત્રીજા જ બોલ પર જિતેશે એવું કંઈક કર્યું હતું કે મેચ વચ્ચે જ રોકી દેવામાં આવી હતી અને બધા લોકો ગભરાઈ ગયા હતા.

એમાં થયું એવું હતું કે ગ્રીને જિતેશને ફૂલટોસ બોલ નાખ્યો હતો અને જિતેશ એ બોલ પર પણ શોટ ફટકાર્યો હતો. આ શોટ એટલો બધો ફાસ્ટ હતો કે ગ્રીનને કેચ પકડવાનો ચાન્સ નહીં મળ્યો અને બોલ સીધો અમ્પાયર કેએલ અનંતપદ્મનાભની દિશામાં આગળ વધવા લાગ્યો. તેમને પણ બોલની સામેથી હટવાનો મોકો નહીં મળ્યો પણ તેમણે જેમ તેમ બોલને હાથથી અટકાવીને ફિલ્ડિંગ પોઝિશનમાં આવીને પોતાની જાતને ઈજાગ્રસ્ત થતાં બચાવી લીધી હતી.

જોકે, અમ્પાયરને ગંભીર ઈજા નહોતી પહોંચી જેને કારણે મેચને આગળ વધારવામાં આવી હતી ગ્રીનની ચોથા બોલ પર પાછી સિક્સ મારી હતી. જિતેશે 19 બોલમાં 35 રન બનાવ્યા હતા અને રિંકુ સિંહ સાથે મળીને 56 રનની ભાગીદારી કરી હતી. આ બંનેની ગેમને કારણે જ ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવીને 174 રન જેવો સન્માનજનક સ્કોર બનાવી શકી હતી, એવું કહેવામાં કંઈ અતિશયોક્તિ નહીં ગણાય.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત