આપણું ગુજરાત

પ્રદૂષણ અટકાવવા અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટમાં ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’ અમલી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:હવા પ્રદૂષણ માટે ઉદ્યોગોની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન વગેરે પરિબળો જવાબદાર હોવાથી તમામને સાંકળી રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ મુખ્ય ચાર શહેરોમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રોગ્રામ અંર્તગત ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ, હવાની ગુણવત્તા માપણીના સાધનો, ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગોમાં ક્લીન ફ્યુઅલનો વપરાશ વગેરે પર રાજ્ય સરકાર દ્વારા સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરક્યુલર ઇકોનોમીના અભિગમને પ્રાધાન્ય આપવા કચરાનો પુન:વપરાશ,વેસ્ટ રીસાયક્લીંગ તથા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી પુન:વપરાશ વગેરે કાર્યોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે ઉદ્યોગો, ઔદ્યોગિક એસોસીએશન વગેરેનું કેપેસીટી બિલ્ડીંગ તથા જન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નવીનત્તમ ટેકનોલોજી થકી પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યા રહ્યા છે, જે પૈકી પાર્ટીક્યુલેટ મેટર-સૂક્ષ્મ કણો નિયંત્રણ માટે પ્રથમવાર સુરત તથા અમદાવાદમાં કાર્યરત એમિશન ટ્રેડીંગ સ્કીમ’ પાયલોટ પ્રોજેક્ટ, જોખમી કચરાના પરિવહન દરમિયાન ટ્રેકિંગ માટે કાર્યરત જીપીએસ આધારીત વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સિસ્ટમ, કોમન મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટર્સ, સ્પ્રે ડ્રાયર માટે મેનીફેસ્ટ સિસ્ટમ તથા કોમન સ્પ્રે ડ્રાયર માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સમગ્ર દેશમાં જોખમી કચરાના હેરફેર માટે સિસ્ટમ ઊભી કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હોવાના પરિણામે વર્ષ ૨૦૨૩માં પર્યાવરણ ક્ષેત્રની કામગીરી માટે સ્કોચ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button