આમચી મુંબઈ

રવિવારથી ‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશ

મુંબઈ: મુંબઈને સ્વચ્છ, સુંદર અને હરિયાળી બનાવવા માટે રવિવાર, ત્રણ ડિસેમ્બરથી સમગ્ર મુંબઈમાં ‘ડીપ ક્લિનિંગ’ એટલે કે સ્વચ્છતા ઝુંબેશનો આરંભ કરવામાં આવવાનો છે. આ ઝુંબેશ અંતર્ગત રસ્તા, ફૂટપાથને ધૂળ મુક્ત કરવાની સાથે બેવારસ વાહનોને હટાવવામાં આવશે અને ગેરકાયદે રીતે લગાડવામાં આવેલા હૉર્ડિંગ્સ અને બેનરોને પણ કાઢવામાં આવશે. રવિવારે વહેલી સવારના મુખ્ય પ્રધાનના હસ્તે ધારાવીથી આ ઝુંબેશનો શુભારંભ કરવામાં આવવાનો છે. ત્યારબાદ ‘ડી’ વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ રસ્તાઓની સાથે જ મુંબઈની ફૂટપાથોને ધૂળમુક્ત કરવામાં આવવાના છે. તેમ જ ઠેર-ઠેર પડી રહેલા બેવારસ વાહનોને હટાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button