રાયપુરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટવેન્ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને ફરી એક વાર બોલિંગ લીધી હતી, જેમાં પહેલી બેટિંગમાં ટીમ ઈન્ડિયાએ નવ વિકેટ ગુમાવીને 174 રન કર્યા હતા.
175 રનના ટાર્ગેટ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે આજની મેચમાં શરૂઆતથી પ્રભુત્વ ગુમાવીને હાર્યું હતું, જેમાં પાંચ મેચની સિરીઝમાં 3-1થી ભારત આગળ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 154 રન કર્યા હતા, જેથી 20 રને હાર્યું હતું. આજની મેચમાં વિજય સાથે ભારતે પાંચ મેચની સીરીઝ જીતીને પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો છે. ટ્વેન્ટી 20 માં ભારતની 136મી જીત છે, જેમાં એક નવો વિક્રમ બનાવ્યો છે.
175 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમવતીથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડ (16 બોલમાં 31), મેટ શોર્ટ (19 બોલમાં 22 રન), ટિમ ડેવિડ (20 બોલમાં 19 રન) અને બેન મેકડેરમોટ (22 બોલમાં 19 રન) બનાવ્યા હતા, ત્યારબાદ અન્ય બેટર સસ્તામાં આઉટ થયા હતા. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના બોલરમાં અક્ષર પટેલ (3) અને દીપક ચહરે (2) વધુ વિકેટ ઝડપી હતી, જ્યારે રવિ બિશ્નોઈ અને ઓવેશ ખાનેએ એક-એક વિકેટ ઝડપી હતી.
175 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમવતીથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડ (16 બોલમાં 31), મેટ શોર્ટ (19 બોલમાં 22 રન), ટિમ ડેવિડ (20 બોલમાં 19 રન) અને બેન મેકડેરમોટ (22 બોલમાં 19 રન) બનાવ્યા હતા, ત્યારબાદ અન્ય બેટર સસ્તામાં આઉટ થયા હતા. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના બોલરમાં અક્ષર પટેલ (3) અને દીપક ચહરે (2) વધુ વિકેટ ઝડપી હતી, જ્યારે રવિ બિશ્નોઈ અને ઓવેશ ખાનેએ એક-એક વિકેટ ઝડપી હતી.
મેચમાં ટીમ ઈન્ડિયા સારી સ્થિતિમાં હતી પરંતુ ભારતે છેલ્લી બે ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 37 રન અને જીતેશ શર્માએ 35 રનનું યોગદાન આપ્યું હતું. ઋતુરાજ ગાયકવાડ 32 રન ફટકારીને આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી બેન ડ્વારિસસે ત્રણ અને તનવીર સંઘા-જેસન બેહરેનડોર્ફે બે-બે વિકેટ ઝડપી હતી. એરોન હાર્ડીને એક વિકેટ મળી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા છેલ્લી બે ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. ઓપનિંગ જોડીએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી અને બાદમાં બેક ટુ બેક વિકેટો પડ્યા બાદ રિંકુ સિંહ અને જીતેશ શર્માએ ઈનિંગ્સને સંભાળી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ માટે સ્પિનર તનવીર સંઘા ઘણો અસરકારક સાબિત થયો હતો. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ માટે 6 ઓવરમાં 50 રનની ભાગીદારી કરી હતી. યશસ્વી 37, શ્રેયસ ઐય્યર 8 , કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક રન કરી આઉટ થયા હતા.
અહીંથી ઋતુરાજ ગાયકવાડે રિંકુ સિંહ સાથે મળીને ટીમનો સ્કોર વધાર્યો હતો. 111 રનમાં ચોથી વિકેટ ગુમાવ્યા બાદ રિંકુ સિંહ અને જીતેશ શર્માએ ઈનિંગને સંભાળી હતી. બંને વચ્ચે 32 બોલમાં 56 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. જીતેશ 19 બોલમાં 35 રન કરીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 154 રન બનાવ્યા હતા.