સ્પોર્ટસ

આઇપીએલ ઓક્શનઃ 1,100થી વધુ ખેલાડીનું રજિસ્ટ્રેશન

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2024 માટે 19 ડિસેમ્બરે દુબઇમાં ખેલાડીઓની હરાજી થવાની છે. મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, ડેરિલ મિશેલ અને રચિન રવિન્દ્ર, જોશ હેઝલવુડ સહિત 1,166 ખેલાડી આ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.

આઈપીએલ 2024ની હરાજી માટે કુલ 1166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં 830 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 336 વિદેશી ખેલાડીઓ હશે. 212 કેપ્ડ પ્લેયર્સ અને 909 અનકેપ્ડ પ્લેયર્સ છે.

આ હરાજીમાં વરુણ એરોન, કેએસ ભરત, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, ધવલ કુલકર્ણી, શિવમ માવી, શાહબાઝ નદીમ, કરુણ નાયર, મનીષ પાંડે, હર્ષલ પટેલ, ચેતન સાકરિયા, મનદીપ સિંહ, બરિન્દર સરન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, હનુમા વિહારી, સંદીપ વોરિયર અને ઉમેશ યાદવ જેવા ભારતીય ખેલાડીઓ હશે. હર્ષલ પટેલ સિવાય કેદાર જાધવ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ જેવા ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button