મિઝોરમમાં બદલાઈ મતગણતરીની તારીખ, જાણો કેમ?
મિઝોરમઃ ગઈકાલે જ પાંચ રાજ્યમાં મતદાન થયું અને હવે સમગ્ર દેશની નજર ત્રીજી ડિસેમ્બરના દિવસે થનારા રિઝલ્ટ પર ટકેલી છે. પરંતુ હવે મિઝોરમની રિઝલ્ટની તારીખને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે મિઝોરમમાં મતગણતરી ત્રીજી ડિસેમ્બરના બદલે ચોથી ડિસેમ્બરના કરવામાં આવશે.
સાધનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મતદાન પહેલાંથી જ મતગણનાની તારીખમાં ફેરફાર કરવાની માગણી કરવામાં આવી રહી હતી અને આ માગણી માટે તમામ પાર્ટી એકજૂટ થઈ ગઈ હતી. હવે આજે જાહેરાત કરવામાં આવી છે કે મતગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવી છે અને ત્રીજી ડિસેમ્બરના બદલે ચોથી ડિસેમ્બરના મતગણના કરવામાં આવશે.
આ તારીફ બદલાવવા પાછળના કારણની વાત કરીએ તો રવિવાર એ ખ્રિસ્તીઓનો પવિત્ર દિવસ હોય છે. આ જ કારણસર ઈસાઈ સમુદાયની બહુમતિવાળા મિઝોરમમાં મતગણનાની તારીખ બદલાવવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. આ માગણી માટે ભાજપ, કોંગ્રેસ અને સત્તાધારી એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષ એકજૂટ થઈ ગયા હતા.