નેશનલ

ફેક ન્યુઝ ફેલાવતી 9થી વધુ ચેનલો સામે તવાઇ: જોઇ લો, તમે તો સબસ્ક્રાઇબ નહોતી કરી ને!

PIBની ફેક્ટ ચેક ટીમ દ્વારા ફેક ન્યુઝ ફેલાવતી યુટ્યુબ ચેનલોને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચેનલો સરકાર વિશે ભ્રામક સમાચારો ફેલાવતી હતી તેમજ દેશમાં બનતી ઘટનાઓ વિશે પણ લોકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી.

જે ચેનલો પર તવાઇ આવી છે તેમાં aapke guruji, sansanilive, bj news, bharat ekta news, gvt news, ab bolega bharat, daily study જેવી ચેનલો સામેલ છે. PIB તરફથી જણાવવામાં આવ્યું છે કે આ તમામ ચેનલો દ્વારા વીડિયો બનાવીને જે માહિતી આપવામાં આવે છે તે માહિતી સંપૂર્ણપણે ખોટી, ભ્રામક તથા ગેરસમજ ફેલાવનારી છે. અમુક વીડિયોમાં તો એવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે કે જે યોજનાઓ સરકારે શરૂ જ નથી કરી, આ પ્રકારના વીડિયોને કારણે લોકો સાયબર ક્રાઇમનો પણ શિકાર થઇ શકે છે.

ફેક્ટ ચેક યુનિટે અલગ અલગ ટ્વીટ થ્રેડમાં આ ચેનલો દ્વારા પ્રસારિત વીડિયોમાં કઇ રીતે ફેક ન્યુઝ ફેલાવાય છે તે જણાવ્યું હતું. ખાસ વાત એ છે કે આ ચેનલોના વીડિયોમાં મોટી સંખ્યામાં વ્યૂઝ આવતા હતા. અમુક યુ ટ્યુબ ચેનલો પર 83 લાખથી વધુ ફોલોઅર્સ હતા. આ પ્રકારની 9 ચેનલોની વિગતો પીઆઇબીએ રજૂ કરી હતી.

આ ચેનલો ન્યાયાધીશ, પ્રધાનમંત્રી, ચૂંટણી કમિશનર સહિતના લોકો વિરુદ્ધ ખોટા સમાચારો ફેલાવતી હતી તથા કેટલાક રાજ્યોમાં 200-500ના નોટ પર પ્રતિબંધ, મંત્રીઓના રાજીનામા, બેંકો બંધ થવા સહિતની ખોટી માહિતી ફેલાવતી હતી. જેને પગલે ભારત સરકારની યોજનાઓ અને નીતિઓ સંબધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરનારા લોકોમાં ખોટો સંદેશ અને બનાવટી માહિતી મેળવતા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત