નેશનલ

આ 2 દિગ્ગજ કંપનીઓ સામે સરકારે આપ્યા તપાસના આદેશ, કરચોરી સહિતના લાગ્યા છે આરોપ

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા VIVO મોબાઇલ ઇન્ડિયા અને MG મોટર્સ કંપની સામે તપાસના આદેશ આપ્યા છે. આ બંને કંપનીઓમાં મૂળ કંપનીની રોકાણમાં ભાગીદારી અંગે તપાસ હાથ ધરવામાં આવશે. આ બંને કંપનીઓ પર આરોપ લાગ્યો છે કે તેમણે મોટાપાયે કરચોરી કરીને ચીનની સરકારને ફાયદો કરાવ્યો છે.

કેટલાક દિવસો પહેલા જ મંત્રાલયે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા ચાઇનીઝ કાર નિર્માતા કંપની MG મોટર્સના ડાયરેક્ટર્સ અને ઓડિટર્સ ડેલોઇઝને બોલાવ્યા હતા, જેથી તપાસમાં થયેલી ગેરરીતિઓ અંગે સ્પષ્ટીકરણ માગવામાં આવે, આ સાથે જ VIVO મોબાઇલની અનેક કંપનીઓ તથા બ્રાન્ચ પર દરોડા પાડ્યા બાદ કસ્ટમ ડ્યૂટી ચૂકવાઇ ન હોવાની વિગતો સામે આવી હતી અને હવે બંને કંપનીઓ ચીનની સરકારને મોટી રકમ ચૂકવી રહી હોવાના આરોપો હેઠળ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નાણાકીય વર્ષ 2019-20માં ચાઇનીઝ કાર નિર્માતા કંપની MG મોટર્સને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. જેનું કારણ સરકારે પૂછતાં સરકારે MG મોટર્સના ફાયનાન્શીયલ સ્ટેટમેન્ટની તપાસ હાથ ધરી હતી. આ સ્ટેટમેન્ટમાં ગેરકાયદે નાણાકીય લેવડદેવડ, કરચોરી, બિલિંગમાં ગરબડ અને અન્ય શંકાસ્પદ વ્યવહારોની વિગતો સામે આવી હતી.

તો બીજી તરફ VIVO મોબાઇલ કંપની દ્વારા કસ્ટમ ડ્યૂટી ચૂકવ્યા વગર જ ચીનમાંથી મોટી સંખ્યામાં સાધનો, ઉપકરણો, તથા અન્ય મટીરીયલ ભારતમાં લાવવામાં આવ્યા હતા. DRI ને મળેલી સૂચના મુજબ કંપનીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખૂલ્યું હતું કે VIVO મોબાઇલ કંપનીએ અત્યાર સુધીમાં 2217 કરોડ રૂપિયાની કસ્ટમ ડયૂટી ચૂકવી નથી. DRIના અધિકારીઓને તેની અનેક બ્રાન્ચમાં દરોડા પાડ્યા બાદ અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા જેમાં ગેરકાયદે વ્યવહારોનો ઉલ્લેખ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button