વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે પ્રિવેન્સ ક્લબ દ્વારા માનવ સાંકળ અને સેમિનાર યોજવામાં આવ્યો હતો
રાજકોટ: એઈડસ પ્રિવેન્સન કલબ દ્વારા તા. ૧લી ૯ ડિસેમ્બર વિશ્વ એઈડસ દિવસે વિવિધ આયોજન કરવામાં આવશે.
રાજકોટમાં છેલ્લા ૩૬ વર્ષથી એઇડ્સ જનજાગૃતિનું કાર્ય કરતી એઈડસ પ્રિવેન્સન કલબ દ્વારા તા. ૧લી ૯ ડિસેમ્બર વિશ્વ એઈડસ દિવસે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. આ વર્ષનું લડત સૂત્ર ‘સમુદાયોને નેતૃત્વ કરવા દો’ છે, જે સંદર્ભે આગામી ચાર માસ તા.૩૧ માર્ચ ૨૦૨૪ સુધી શાળા કોલેજ અને વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ અંગે સંસ્થાના ચેરમેન અરૂણ દવે જણાવેલ છે કે આજ રોજ સવારે વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે સવારે માનવ સાંકળ અને સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં એઈડસ સ્થાઓમાં કંટ્રોલનું કાર્ય કરતી સંસ્થા, શાળા- કોલેજના છાત્રો ભાગ લીધો હતો
તેમજ પંચશીલ સ્કુલ ખાતે બપોરે ૪ વાગ્યે ’કેન્ડલ લાઈટ રેડ રિબન’ નિર્માણ કરાશે સમગ્ર આયોજનમાં ચેરમેન અરૂણ દવે સેક્રેટરી વિશાલ કમાણીના માર્ગદર્શન તળે વર્કિંગ કમીટી આયોજન સંભાળી રહ્યા છે. વધુ માં જાણવતા પ્રિવેન્સ ક્લબ દ્વારા વિવિધ શાળા-કોલેજોમાં કાર્યક્રમો કરીને એઈડ્સ અંગે જાગૃતિ આપવામાં આવશે. આ કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી અવિરત કરવામાં આવી રહ્યું છે અને યુવા પેઢી આ ભયંકર બિમારીનો ભોગ ન બને તે માટે સતત કાર્ય કરી રહી હોવાથી તેનો ફાયદો પણ સમાજને મળ્યો છે.