સુશાંતની નાનીનો રોલ કરનાર આ અભિનેત્રીનું નિધન…
મુંબઈ: સિનેમાની દુનિયામાંથી એક દુઃખદ ઘટના બની. ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર મલયાલમ અભિનેત્રી આર સુબ્બલક્ષ્મીનું નિધન થયું છે. આર સુબ્બલક્ષ્મીની ઉંમર 87 વર્ષની હતી. આ ઉપારાંત તેમને ઘણી બીમારીઓ પણ હતી. અભિનેત્રીની તબિયત બગડવાના કારણે તેમને છેલ્લા થોડા સમયથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રીના નિધન પર સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આર સુબ્બલક્ષ્મીને છેલ્લે સુશાંતસિંહ રાજપૂત સાથે દિલ બેચારામાં જોવા મળ્યા હતા તેમાં તેમણે સુશાંતની નાનીનો રોલ કર્યો હતો.
આર સુબ્બલક્ષ્મીની તબિયત બગડતાં તેમને તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા ન હતા. આર સુબ્બલક્ષ્મીના નિધનથી સિનેમા જગતને મોટો આંચકો લાગ્યો છે.
નોંધનીય છે કે આર સુબ્બલક્ષ્મીએ ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને સંસ્કૃતમાં પણ તેમને ફિલ્મો કરી છે. તેમની છેલ્લી ફિલ્મ થાલાપથી વિજયની ‘બીસ્ટ’ હતી. તેમજ જો હિન્દી ફિલ્મોની વાત કરીએ તો સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારામાં પણ તે જોવા મળ્યા હતા. આમાં અભિનેત્રીએ સુશાંતની નાનીની ભૂમિકા ભજવી હતી.
આ બધી ફિલ્મોમાં સુબ્બલક્ષ્મીએ પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી એવી છાપ છોડી જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. સુબ્બલક્ષ્મી માત્ર એક ઉત્કૃષ્ટ અભિનેત્રી જ નહીં પરંતુ એક ઉત્તમ સંગીતકાર અને ચિત્રકાર પણ હતા.