સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ત્રણ ફોર્મેટ, ત્રણ ટીમ, ત્રણ કેપ્ટન

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી-૨૦માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. જ્યારે કેએલ રાહુલને વન-ડેમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. જ્યારે ટેસ્ટમાં રોહિત શર્મા કેપ્ટનશીપ કરશે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા વન-ડે અને ટી-૨૦ સિરીઝમાં રમશે નહીં. તે સિવાય અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. પૂજારા છેલ્લે આ વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હતો. કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર અને જસપ્રીત બુમરાહ ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. શ્રેયસે આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમી હતી.

વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ

ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ કુમાર, અર્શદીપ સિંહ, દીપક ચહર.

ટી-૨૦ સિરીઝ માટે ભારતીય ટીમ

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત