સ્પોર્ટસ

ટી-૨૦ વર્લ્ડ કપ માટે તમામ ૨૦ ટીમો નક્કી, યુગાન્ડાએ પ્રથમ વખત કર્યું ક્વોલિફાય

વિંડહોક (નામીબિયા): યુગાન્ડાએ ઈતિહાસ રચ્યો છે અને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ક્વોલિફાય કર્યું છે. યુગાન્ડાએ આફ્રિકા રિજન ક્વોલિફાયરમાં રવાંડાને નવ વિકેટે હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. યુગાન્ડાની જીત સાથે જ ઝિમ્બાબ્વે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માંથી બહાર થઈ ગયું છે. ઝિમ્બાબ્વેને ક્વોલિફાયરમાં નામિબિયા અને યુગાન્ડા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ છેલ્લા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે પાકિસ્તાનને હરાવ્યું હતું. નામિબિયાએ આફ્રિકા રિજન ક્વોલિફાયર દ્વારા પહેલા જ ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું.
નોંધનીય છે કે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં કુલ ૨૦ ટીમો ભાગ લેવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બંગલાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ્સને આગામી ટી-૨૦ વર્લ્ડ કપ માટે સીધી એન્ટ્રી મળી છે. બાકીની આઠ ટીમો પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવી હતી. જ્યારે આયરલેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, કેનેડા, નેપાળ, ઓમાન, નામીબિયા અને યુગાન્ડાએ ક્વોલિફાયર દ્વારા આગામી ટી-૨૦ વર્લ્ડ કપ માટે સ્થાન મેળવ્યું છે. યુગાન્ડાએ ક્વોલિફાયરની છઠ્ઠી મેચમાં રવાન્ડાને નવ વિકેટે હરાવીને ક્વોલિફાય કર્યું છે. ક્વોલિફાયર્સમાં યુગાન્ડાએ છ માંથી પાંચ મેચ જીતી હતી. રવાન્ડાની ટીમ માત્ર ૧૮.૫ ઓવરમાં ૬૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ જવાબમાં ટાર્ગેટનો પીછો કરતા યુગાન્ડાની ટીમે ૮.૧ ઓવરમાં એક વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…