નેશનલ

તેલગંણામાં ૬૬ ટકા મતદાન

હૈદરાબાદ: તેલંગણા વિધાનસભાની ૧૧૯ બેઠક માટે ગુરુવારે અંદાજે ૬૬ ટકા મતદાન થયું હતું. મતગણતરી રવિવારે, ત્રીજી ડિસેમ્બરે થશે અને તેનું પરિણામ રાજસ્થાન (૨૦૦માંથી ૧૯૯ બેઠક), છત્તીસગઢ (૯૦ બેઠક), મધ્ય પ્રદેશ (૨૩૦ બેઠક), મિઝોરમ (૪૦ બેઠક)ની સાથે એ દિવસે જ જાહેર થશે.

તેલંગણામાં બીઆરએસ અને કૉંગ્રેસ વચ્ચે બળાબળની સ્પર્ધા થઇ રહી છે. રાજ્ય વિધાનસભાની ૧૧૯ બેઠકમાંથી બહુમતી માટે ૬૦ બેઠક જરૂરી છે. ભાજપ અને એઆઇએમઆઇએમને મોટી સંખ્યામાં વધુ બેઠક મળવાની આશા નથી.

સિદ્દીપેટમાં આશરે ૭૮ ટકા, રાજન્ના સિરસિલામાં ૭૨ ટકા, કામરેડ્ડીમાં ૭૧ ટકા, કરીમનગરમાં ૭૦ ટકા અને હૈદરાબાદમાં અંદાજે ૪૧ ટકા મતદાન થયું હતું. મતદાનની ચોક્કસ ટકાવારી શુક્રવારે જ અંતિમ આંકડા મળે તે પછી જ જાણી શકાશે.

રાજસ્થાનમાં પચીસ નવેમ્બરે, છત્તીસગઢમાં સાત અને ૧૭ નવેમ્બરે, મધ્ય પ્રદેશમાં ૧૭ નવેમ્બરે, મિઝોરમમાં સાત નવેમ્બરે અને તેલંગણામાં ૩૦ નવેમ્બરે મતદાન થયું હતું. આ પાંચે રાજ્યમાં મતદાન દરમિયાન હિંસાના છૂટાછવાયા બનાવ સિવાય એકંદરે શાંતિભર્યા વાતાવરણમાં યોજાયું હતું.

આગામી વર્ષ એટલે કે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી આ પાંચ રાજ્યની ચૂંટણી રાજકીય પક્ષો, ખાસ કરીને ભાજપ અને કૉંગ્રેસ માટે ઘણી મહત્ત્વની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના કેન્દ્રના અનેક નેતાએ આ પાંચે રાજ્યની વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં સક્રિય ભાગ લીધો હતો અને અનેક જાહેરસભાને સંબોધી હતી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…