આમચી મુંબઈ

દરિયાનું પાણી મીઠું કરવાનો પ્રકલ્પ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયે ટેન્ડર બહાર પાડવામાં આવશે

મુંબઈ: દરિયાનું પાણી મીઠું પાણી કરવાના પ્રસ્તાવિત પ્રકલ્પ માટે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ટેન્ડર જારી કરવામાં આવે એવી શક્યતા છે. પ્રસ્તાવિત પ્રોજેકટમાં રિન્યુવલ ઊર્જાનો ઉપયોગ કરવાનો સૌથી પહેલો પાલિકાનો પ્રકલ્પ હશે. આ પ્રોજેકટને મનોરી ખાતે બેસાડવામાં આવશે. મનોરી ખાતેના આ પ્રોજેકટના પહેલા તબક્કામાં રોજ લગભગ ૨૦૦ એમએલડી જેટલું મીઠું પાણી મુંબઈને પહોંચાડવામાં આવશે અને બીજા તબક્કામાં ૪૦૦ એમએલડી જેટલું પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે.મુંબઈમાં સર્જાતી પાણીની અછતને દૂર કરવા આ એક અત્યંત મહત્ત્વનો પ્રોજેકટ છે. આ બાબત અધિકારીઓએ માહિતી આપી હતી કે પ્લાન્ટ શરૂ કરવા માટે ડીપીઆર અને સર્વેનું કામ પૂરું થઈ ગયું છે. ટેન્ડર જારી કરવામાં માટે ક્ધસલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવી છે. ટેન્ડર તૈયાર થતાં તેને ડિસેમ્બરના પહેલા અઠવાડિયે જારી કરવામાં આવશે. એવી માહિતી અધિકારીએ આપી હતી. આ પ્રોજેકટને લીધે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે ગ્રીન ઉર્જાનો વપરાશ કરવામાં આવશે. મનોરી પ્રોજેકટ માટે ૮,૫૦૦ કરોડ રૂપિયાનો બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાંથી દરિયાના ખરા પાણીને મીઠું બનાવવા અને રિન્યુયલ એનર્જી બનાવવા માટે ૩,૫૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટના આવતા ૨૦ વર્ષ માટે મેઈન્ટેનન્સ અને સમારકામો માટે ૪,૯૮૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…