મનોરંજન

ટેલિવિઝનની ‘આલિયા’એ આગ લગાવી દરિયાકિનારા પર

દરિયાકિનારા પર દોડતા-ભાગતા એક તસવીર કનિકા માને તાજેતરમાં શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. વાઈરલ થયેલી પોસ્ટ પર યૂઝરે આપી પ્રતિક્રિયા આપી હતી. કનિકા માનને જો ઓળખી ના હોય તો ટીવીની સિરિયલ ચાંદ જલને લગાને લઈ ચર્ચામાં આવી હતી.

બીજી ઓળખ આપીએ તો ટીવીની આલિયા ભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે તેની ફેન એન્ડ ફોલોઅર્સની સંખ્યા પણ વધારે છે. કનિકા માનની અત્યારની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેમાં દરિયા કિનારા પર ભાગતી જોવા મળે છે.

આ પોસ્ટ પર યૂઝરે સવાલ કર્યો હતો કે નવા વર્ષની શું યોજના છે. પછી તેની ફ્રેન્ડે પણ જવાબ આપ્યો હતો કે ગયા વર્ષની માફક એ જ જગ્યા અને એ જ સમયને મળશે. કનિકા માનની પોસ્ટની પર ત્રીજા એક યૂઝરે લખ્યું હતું કે પરીક્ષા ચલી રહી છે, જ્યારે એક યૂઝરે તો એટલે સુધી લખ્યું હતું કે ચાંદ જલને લગા લખીને કનિકાની જોરદાર પ્રશંસા કરી હતી.

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કનિકા માને મોડલિંગ અને પંજાબી મ્યુઝિક વીડિયોઝ કારકિર્દીની શરુઆત કરી હતી. આમ છતાં કનિકાની લોકપ્રિયતા ગુડ્ડન તુમસે ના હો પાયેંગામાં વિશેષ મળી હતી. ટીવી સિરિલય સિવાય કનિકા માને કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2022માં કનિકાએ રુહાનિયતથી ઓટીટીમાં એન્ટ્રી કરી હતી.

કનિકા માન સોશિયલ મીડિયા પર પણ જોરદાર સક્રિય રહે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર પણ 7.7 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે. એટલું જ નહીં, તે ત્રણ હજારથી વધુ પોસ્ટ કરી ચૂકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button