સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડને કેટલો પગાર ચૂકવવામાં આવે છે, જાણો છો?

અત્યારે તો ભલે ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ સેકન્ડ ઈનિંગ કરશે કે નહીં એ મુદ્દે ભલે તલવાર તોળાઈ રહી હોય, પણ આપણે અહીં તો વાત કરવાના છીએ કોચ તરીકે રાહુલ દ્રવિડને કેટલો પગાર ચૂકવવામાં આવે છે એની.

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ તેમણે આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેમણે હજી સુધી આ કોન્ટ્રાક્ટ પર સાઈન કર્યો નથી. ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડના કોન્ટ્રાક્ટને લંબાવવામાં આવ્યો છે અને એમની સાથે સાથે જ તેમના સપોર્ટ સ્ટાફમાં સામેલ લોકોના કોન્ટ્રાક્ટ પણ વધારવામાં આવ્યો છે.

જોકે, હજી સુધી આ નવો કરાર કેટલા સમયનો છે એ વિશેની કોઈ ચોક્કસ માહિતી જાણી શકાઈ નથી અને આપણે આપણા મુદ્દાની વાત પર આવીએ તો રાહુલ દ્રવિડને હેડ કોચ તરીકે કેટલો પગાર ચૂકવવામાં આવે છે એની અને કોન્ટ્રાક્ટ વધારવાની સાથે સાથે શું રાહુલના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે એની તો તમારી જાણ માટે કે હેડ કોચ તરીકે રાહુલને રૂપિયા 10 કરોડની સેલરી આપવામાં આવે છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ બીજી વખત લંબાવવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં પણ તેમને આટલી જ રકમ પૈસા ચૂકવવામાં આવશે. જોકે, હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કે ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એવું કહેવાય છે કે રાહુલને તેના બે વર્ષના પહેલાં કાર્યકાળ દરમિયાન પણ તેમને 10 કરોડ રૂપિયા જ સેલરી પેટે આપવામાં આવતા હતા.
વાત કરીએ રાહુલ દ્રવિડની હેડ કોચ તરીકેની સેકન્ડ ઈનિંગની તો તેમની આ સેકન્ડ ઈનિંગની શરૂઆત સાઉથ આફ્રિકા ટૂરથી જ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button