સ્પોર્ટસ

જૂનિયર મહિલા હૉકી વર્લ્ડકપમાં ભારતે કેનેડાને 12-0થી હરાવ્યું

સેન્ટિયાગોઃ ભારતીય મહિલા હૉકી ટીમે એફઆઇએચ મહિલા જૂનિયર હોકી વર્લ્ડ કપમાં કેનેડાને 12-0થી હરાવીને ટુનામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી મુમતાઝ ખાને ચાર ગોલ (26મી, 41મી, 54મી અને 60મી), અન્નુ (4મી, 6મી, 39મી) અને દીપિકા સોરેંગ (34મી, 50મી અને 54મી)એ ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા.

ડિપ્પી મોનિકા ટોપ્પોએ 21મી મિનિટે અને નીલમે 45મી મિનિટે ગોલ કર્યા હતા. ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં જ અન્નુએ પેનલ્ટી કોર્નર પરથી બે ગોલ કરીને લીડ અપાવી હતી. બે ગોલ કર્યા હોવા છતાં ભારતે આક્રમક રમત ચાલુ રાખી અને પ્રથમ ક્વાર્ટર સુધી 2 પોઈન્ટની લીડ મેળવી હતી.

બીજા ક્વાર્ટરમાં પણ ભારતનો દબદબો રહ્યો હતો. ડિપ્પી અને મુમતાઝે તેનો ફાયદો ઉઠાવ્યો અને એક-એક ફિલ્ડ ગોલ કર્યા હતા. દરમિયાન કેનેડાનો પેનલ્ટી કોર્નર નિષ્ફળ રહ્યો હતો. હાફ ટાઈમ સુધી ભારત પાસે ચાર ગોલની લીડ હતી.

બીજા હાફમાં દીપિકાએ પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કર્યો જે બાદ અન્નુએ હેટ્રિક પણ પૂરી કરી હતી. મુમતાઝે તેનો બીજો ગોલ પણ કર્યો હતો. લમે પેનલ્ટીને ગોલમાં ફેરવીને ભારતની લીડ વધારીને 8-0ની કરી હતી. દીપિકા અને મુમતાઝે છેલ્લા ક્વાર્ટરમાં ગોલ કર્યા હતા. ભારત શુક્રવારે જર્મની સામે ટકરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button