અહી ઝૂંપડી સળગાવીને ભગવાનની મહા આરતી કરવાની અનોખી પરંપરા છે
વૃંદાવન: છેલ્લે દેવ દિવાળી ગઇ અને તહેવારો પણ પૂરા થયા પરંતુ ઘણા મંદિરોમાં કારતક પૂર્ણિમાના દિવસે ખાસ ઉજવણી કરવામાં આવે છે. જેમાં વ્રજના તમામ મંદિરોમાં અનેક પ્રકારના ઉત્સવોનું આયોજન કારતક મહિનામાં કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ દીવા પ્રગટાવવામાં આવે છે તો કેટલીક જગ્યાએ ભગવાનને છપ્પન ભોગ ચઢાવવામાં આવે છે. પરંતુ વૃંદાવનના શ્રી રંગનાથ મંદિરમાં આ કારતક પૂર્ણિમાના દિવસ કંઇક ખાસ રીતે ઉજવવામાં આવે છે. તે દિવસે ઝૂંપડીને બાળીને ભગવાન રંગનાથની મહા આરતી કરવામાં આવે છે.
વૃંદાવનના દક્ષિણ શૈલીના મંદિર શ્રી રંગનાથ મંદિરમાં કારતક પૂર્ણિમાના દિવસે ભવ્ય દીવા દાન કરવામાં આવે છે. અને કારતક પૂર્ણિમાના દિવસે મંદિર પરિસરમાં હજારો દીવાઓ પ્રગટાવવામાં આવે છે. ગયા વર્ષે કારતક પૂર્ણિમાના મંદિર પરિસરમાં 21 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે કાર્તિક પૂર્ણિમાના દિવસ અહીના લોકો માટે ખાસ બની જાય છે. ઉત્તર ભારતમાં કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં આ દિવસે કૃતિકા દીપોત્સવના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
પ્રકાશના તહેવાર પર બહેનો તેમના ભાઇની સુખાકારી માટે ભગવાન સામે દીવો પ્રગટાવે છે અને ભગવાનને ચોખા અને ગોળના લાડુનો પ્રસાદ ચઢાવે છે. અને તેમાં ખાસ બાબત એ છે કે આ પ્રસાદ પહેલા ભાઈને અને પછી પરિવારના દરેકને વહેંચવામાં આવે છે.
ત્યારબાદ ભગવાન રંગનાથ અને ગોદા માતાની મહા આરતી સાથે કૃતિકા દીપોત્સવનું સમાપન થાય છે. જેમાં પહેલા ઘાસ અને છાલમાંથી ઝૂંપડી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ઝૂંપડીની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. અને પછી ઝૂંપડીને સળગાવવામાં આવે છે. અને ભગવાનની મહા આરતી કરવામાં આવે છે. ભગવાન રંગનાથની આ રીતે મહા આરતી વર્ષમાં એકવાર કરવામાં આવે છે. તેમજ આ અનોખી આરતી જોવા માટે લાખો ભક્તો મંદિરમાં આવે છે.