આપણું ગુજરાત

ભાવનગરમાં એમબીબીએસનો વિદ્યાર્થી ઉંઘમાંથી જાગ્યો જ નહીંઃ હાર્ટ એટકેની સંભાવના

દેશમાં અને ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકના બનાવો સતત ચિંતા ઉપજાવનારા છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં વારંવાર યુવાનોના હાર્ટએટેકથી મોતના સમાચારો આવ્યા કરે છે ત્યારે સૌરાષ્ટ્રમા જ બીજા એક જિલ્લા ભાવનગરમાં પણ આવી ઘટના બની છે. અહીંની કૉલેજમાં રહી એમબીબીએસનો અભ્યાસ કરતો એક વિદ્યાર્થી રોજના નિયમ પ્રમાણે કામકાજ કરી રાત્રે પોતાના રૂમમાં સૂતો હતો. સવારે તેને ન જોતા મિત્રો તેને ઉઠાડવા ગયા ત્યારે તે ઉઠ્યો નહીં. તેને સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

જીગર ચૌધરી નામનો એમબીબીએસનો આ વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે મુળ બનાસકાંઠાનો હતો અને અહીં હૉસ્ટેલમાં રહી ભણતો હતો. હાલ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે, પરંતુ સાચું કારણ તો પીએમ થયા બાદ બહાર આવશે. આ રીતે પોતાની સાથે ભણતા વિદ્યાર્થીનું અચાનક મોત નિપજતા કેમ્પસમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button