પહેલાં જેને દેખાડ્યો બહારનો રસ્તો, એને જ ટીમમાં પાછો લાવશે રોહિત શર્મા?
વર્લ્ડકપ-2023માં મળેલા પરાજય બાદ હવે ટીમ ઈન્ડિયા સામે બીજો પડકાર છે સાઉથ આફ્રિકાની ટૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતા મહિને ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે અને આ માટે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ T-20 અને ત્રણ વન-ડે જ્યારે બે ટેસ્ટ મેચ રમશે.
જોકે, ટીમની ઘોષણા પહેલાં જ રોહિત શર્મા ચર્ચામાં છે અને ચર્ચાનો વિષય એવો છે કે શું રોહિત શર્મા T-20ની ટીમમાં કમબેક કરશે? શું તે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે અને આ બધાથી પણ એક મોટો અને મહત્ત્વનો સવાલ કે એલ. રાહુલને લઈને છે. એવું કહેવાઈ રહ્યું છે કે કદાચ કે એલ રાહુલ ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે.
કેએલ રાહુલે હાલમાં વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં જોરદાર બેટિંગ કરી હતી અને તેણે વર્લ્ડકપમાં 452 રન બનાવ્યા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે. એલ. રાહુલના આ પર્ફોર્મન્સના જોરે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવશે. અહીંયા તમારી જાણ માટે કે આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ઓસ્ટ્રેલિયા સામેની દિલ્હી ટેસ્ટમાં તેને ચાન્સ આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને બહાર બેસાડવામાં આવ્યો હતો અને એનું કારણ હતું તેનું ખરાબ પ્રદર્શન.
કે એલ રાહુલના રેકોર્ડ વિશે વાત કરીએ તો અત્યાર સુધી 47 ટેસ્ટમાં તેણે 33.44 ટકાની એવરેજથી 2642 રન બનાવ્યા હતા. તેની બેટથી સાત સેન્ચ્યુરી ચોક્કસ ફટકારી છે પણ તેમની અંદર સતત રન બનાવવાની કમી જોવા મળી હતી. છેલ્લાં 2 વર્ષમાં રાહુલ સાત ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને તેની એવરેજ 24.69 હતી. આટલા ખરાબ પર્ફોર્મન્સ બાદ જ તેને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે રાહુલ જ તેને ટીમમાં પાછો લાવી શકે છે.
હવે તમને થશે કે જો રાહુલની ટીમ ઈન્ડિયામાં વાપસી થાય તો તે તેની જગ્યાએ કોનો ભોગ લેવામાં આવશે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં અજિંક્યા રહાણેએ ખૂબ જ સારી બેટિંગ કરી હતી અને એવું કહેવાઈ રહ્યું છે કે ટીમમાંથી એનું પત્તુ કપાઈ શકે છે, કારણ કે શ્રેયસ અય્યરની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ શકે છે. હવે જોવાની વાત તો એ છે કે સાઉથ આફ્રિકાની ટૂર પર કોણ જાય છે અને કોણ બહાર બેસે છે. પણ આ સવાલનો જવાબ પણ ટૂંક સમયમાં જ મળી જશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.