આમચી મુંબઈ

દરિયાનું પાણી મીઠું કરવાના પ્રકલ્પ મુદ્દે BMCએ આપ્યા ગૂડ ન્યૂઝ

મુંબઈ: દરિયાનું પાણી મીઠું પાણી કરવાના પ્રસ્તાવિત પ્રકલ્પ માટે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ટેન્ડર જારી કરવામાં આવે એવી શક્યતા છે. પ્રસ્તાવિત પ્રોજેકટમાં રિન્યુવલ ઊર્જાનો ઉપયોગ કરવાનો સૌથી પહેલો પાલિકાનો પ્રકલ્પ હશે. આ પ્રોજેકટને મનોરી ખાતે બેસાડવામાં આવશે. મનોરી ખાતેના આ પ્રોજેકટના પહેલા તબક્કામાં રોજ લગભગ 200 એમએલડી જેટલું મીઠું પાણી મુંબઈને પહોચાડવામાં આવશે અને બીજા તબક્કામાં 400 એમએલડી જેટલું પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે.

મુંબઈમાં સર્જાતી પાણીની અછતને દૂર કરવા આ એક અત્યંત મહત્વનો પ્રોજેકટ છે. આ બાબત અધિકારીઓએ માહિતી આપી હતી કે પ્લાન્ટ શરૂ કરવા માટે ડીપીઆર અને સર્વેનું કામ પૂરું થઈ ગયું છે. ટેન્ડર જારી કરવામાં માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવી છે. ટેન્ડર તૈયાર થતાં તેને ડિસેમ્બરના પહેલા અઠવાડિયે જારી કરવામાં આવશે. એવી માહિતી અધિકારીએ આપી હતી. આ પ્રોજેકટને લીધે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોચે તે માટે ગ્રીન ઉર્જાનો વપરાશ કરવામાં આવશે.


મનોરી પ્રોજેકટ માટે 8500 કરોડ રૂપિયાનો બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાંથી દરિયાના ખરા પાણીને મીઠું બનાવવા અને રિન્યુયલ એનર્જી બનાવવા માટે 3520 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટના આવતા 20 વર્ષ માટે મેઈન્ટેનન્સ અને સમારકામો માટે 4980 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મહાપાલિકાએ આ પ્રોજેકટનું કામ 36 મહિનામાં પૂરું કરવામાં આવે એવો વર્ક ઓર્ડર જારી કર્યો છે.


દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના આ પ્રોજેકટ માટે ઉદ્ધવ ઠાકરેની સરકાર વખતે આ પ્રોજેકટને મહાપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી પણ તે સમયના વિપક્ષમાં બેસલા ભાજપે આ પ્રોજેકટ ખૂબ જ ખર્ચાળ અને મોંઘો હોવાથી તેનો વિરોધ કર્યો હતો પણ હવે ફરી મહાપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આ આ પ્રોજેકટને લીલી ઝંડી બતાવી છે. જો મહાપાલિકાનો આ પ્રોજેકટ સફળ થાય તો મુંબઈમાં પાણીની સમસ્યાઓ દૂર થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ