ઇન્ટરનેશનલ

ઇઝરાયલ મૃતદેહો સ્વીકારવા કેમ તૈયાર નથી?

ગાઝા: છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુદ્ધને રોકવા માટે ઘણા દેશોએ પણ તેની પર ચર્ચા વિચારણા કરી તેમજ બંધકોને પરત કરવાની શરતે યુદ્ધને રોકવામાં આવ્યું અને હમાસે કેટલાક બંધકોને પરત કર્યાનો વિડીયો પણ વાઇરલ થયો પરંતુ હમાસનું કહેવું છે કે ઇઝરાયલ તેમના જ દેશના મૃતદેહોને લઇ જઇ રહ્યા નથી. હમાસે સાત મહિલાઓ, બાળકો અને ત્રણ અન્ય લોકના મૃતદેહ એકઠા કર્યા છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના અસ્થાયી યુદ્ધવિરામ બાદ બંને દેશોને પોત પોતાના મૃતદેહો લઇ જવાનું કહ્યું પરંતુ ઇઝરાયલ તેમના દેશના મૃતદેહો ની કોઇ જ પરવા કરી રહ્યું નથી. નોંધનીય છે કે ગુરુવારે હંગામી યુદ્ધવિરામ લંબાવ્યા બાદ કેદીઓ અને બંધકોની આપ-લે થવાની હતી.

પરંતુ અહી સાવ અલગ જ બાબત એ છે હમાસ પણ એવો આરોપ કરી રહ્યું છે કે ઈઝરાયલ તેમના ત્રણ કેદીઓના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. હમાસે કહ્યું હતું કે આ સંખ્યા એ જ શ્રેણીના કેદીઓની છે જેના પર સહમતિ થઈ હતી. મધ્યસ્થીઓએ પણ આ વાતને સ્વીકારી છે. હમાસે સાત ઓક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયલમાં થયેલા હુમલામાં લગભગ 240 બંધકોને કબજે કર્યા હતા.


ઇઝરાયલી સેના એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હમાસે કહ્યું હતું કે તેમની પાસે જે પણ બંધકો છે તેમને સુરક્ષિત રીતે ઇઝરાયલને પરત સોપવામાં આવશે તો પછી મૃતદેહો કેમ સ્વીકારીએ તેમજ ગાઝા પટ્ટીમાં તમામ બંધકોની સુરક્ષા માટે હમાસ સંપૂર્ણપણે જવાબદાર છે.


હમાસે દાવો કર્યો હતો કે યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા દિવસો પહેલા કેટલાક લોકો ઈઝરાયલ તરફથી કરવામાં આવેલા બોમ્બમારામાં માર્યા ગયા હતા. જે ઇઝરાયલના જ રહેવાસીઓ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button