10,000 રૂપિયાનું ઈનામ જિતવું છે? કરવું પડશે આ એક નાનકડું કામ…
નવી દિલ્હીઃ દેશની પહેલી રેપિટ રેલ નમો ભારત પાટા પર દોડી રહી છે અને પ્રવાસીઓની મુસાફરીને વધુ સરળ બનાવી રહી છે. વધુમાં વધુ પ્રવાસીઓ નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરે એ માટે એનસીઆરટીસી દ્વારા એક અનોખો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આવો જોઈએ શું છે આ ઉપક્રમ અને કઈ રીતે તમે એમાં ભાગ લઈ શકો છો એના વિશે માહિતી મેળવીએ.
એનસીઆરટીસી દ્વારા નમો ભારતમાં પ્રવાસીઓને સંખ્યા વધારવા માટે એક ખાસ ફોટો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કોમ્પિટીશનમાં વિજેતા થનારને રૂપિયા 10,000 સુધીનું ઈનામ આપવામાં આવશે. આ હરિફાઈની વધુ વિગતો એનસીઆરટીસીના ઓફિશિયલ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપવામાં આવી છે.
આ કોમ્પિટીશનનું નામ લાઈફ ઈન આરઆરટીએસ રાખવામાં આવ્યું છે અને આ એનો વિષય છે લાઈફ ઈન આરઆરટીએસ થ્રૂ માય લેન્સ. આ હરિફાઈમાં ભાગ લેવા માટે 20મી ડિસેમ્બર, 2023 સુધી તમારે તમારો ફોટો સબ્મિટ કરવાનો રહેશે.
એનસીઆરટીસી દ્વારા આ હરિફાઈના માધ્યમથી લોકોને અને ફોટોગ્રાફર્સને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના વિવિધ પાસાંઓને કચકડે કંડારવાની અને જોવાની તક આપવામાં આવી છે. આ હરિફાઈમાં ભાગ લેનારે નમો ભારતની સુંદરતા, વિવિધતા અને સ્પેશિયલ મોમેન્ટને પોતાના કેમેરામાં કેચ કરીને ફોટો જમા કરાવવાનો રહેશે.
આ હરિફાઈમાં પ્રથમ આવનારને રૂપિયા 10,000, બીજા સ્થાને આવનારને 7.500 અને ત્રીજું પારિતોષિક મેળવનારને રૂપિયા 5000 જિતવાનો મોકો મળશે. એટલું જ નહીં વિજેતાના ફોટો વિવિધ રેલવે સ્ટેશન, એનસીઆરટીસી કોર્પોરેટ ઓફિસ, એક્ઝિબિશન અને સંભવિત પ્લેટફોર્મ પર ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. 10,000 રૂપિયાનું ઈનામ જિતવું છે? કરવું પડશે આ એક નાનકડું કામ…