રાજકોટ ભાજપમાં વિખવાદ, જાણો શું થયું?
રાજકોટ: ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત રાજકોટમાં વિવાદથી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર દરેક જગ્યાએ ભારત સંકલ્પ યાત્રા નો રથ ફરવો જોઈએ.તે સંદર્ભે વોર્ડ નંબર ત્રણમાંથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો.જે સંદર્ભે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો સંસદ સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જે સ્પષ્ટ વક્તા તરીકે છબી ધરાવે છે. તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકરને લાગણી વ્યક્ત કરી હતી કે કોર્પોરેશનમાંથી અધિકારીઓ આમંત્રણ આપે છે. પરંતુ ભાજપના પદાધિકારીઓનો ફોન આવતો નથી.જે સંદર્ભે જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વર્ષોની પરંપરા મુજબ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જ આમંત્રણ આપે છે.પરંતુ રામભાઈ ની લાગણી એવી હોય કે પદાધિકારીઓએ આમંત્રણ આપવું જોઈએ તો હવે પછીથી તે ખ્યાલ રાખવામાં આવશે અને હું જાતે ફોન કરી અને આમંત્રણ આપીશ.બાકી રામભાઈ અમારા વડીલ છે તે ઠપકો આપે તેમનો હક છે.
જુથવાદ સંદર્ભે લોક ચર્ચા થઈ રહી છે કે ભાજપના વાસણ ખખડવાના શરૂ થઈ ગયા છે. સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ જૂથવાદ સપાટી પર આવ્યો છે. રાજકોટમાં જોઈએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જૂથને સદંતર બાદ કરી દેવામાં આવ્યું છે.કાર્યક્રમમાં હાજર હોય તો પણ જોઈએ તેવી નોંધ લેવાતી નથી. આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનુ માનવું છે કોઈ જૂથવાદ અસ્તિત્વમાં નથી.
રામભાઈ મોકરીયાનાં કૌભાંડના ટોન્ટ બાબતે કહ્યું હતું કે એવી કોઈ વાત મારા ધ્યાને નથી આવી. રામભાઈ મોકરીયા બહુ સ્પષ્ટ વક્તા છે અને સત્યના પક્ષે રહે છે તેવી લોકોમાં ચર્ચા છે.એટલે તેમણે જો કોઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હશે તો સત્ય હશે તે પણ ચર્ચાઈ રહ્યું છે.