આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ફરી લોહીની અછત…આ પરિસ્થિતી ક્યારે બદલાશે….

મુંબઇ: દિવાળી બાદ રાજ્યમાં ફરી એકવાર લોહીની અછત સર્જાઇ છે. લોહીનું યોગ્ય આયોજન કરવું જોઇએ આ વાત બ્લડબેન્ક્સને વારંવાર કહેવામાં આવી રહી છે. છતાં આ અછત સર્જાઇ રહી છે. નવા દાતાઓ તૈયાર કરવા, એક જ જગ્યાએ લોહીનું સંકલન ન કરતાં અલગ અલગ જગ્યાએ રક્તદાન શિબીરનું આયોજન કરવું જરુરી છે. વાતાવરણમાં થનારા ફેરફારો, વધતી બિમારીઓને કારણે લોહીની માંગ વધી રહી છે. આ માંગ પૂરી કરવા માટે સહિયારા પ્રયાસો કરવાની જરુર છે.

રાજ્યમાં દર મહિને સરેરાશ એક લાખ યુનિટ લોહીની જરુર પડે છે. લોહીનો સંગ્રહ કરવાની મુદત 30 થી 35 દિવસની હોવાથી તેના કરતાં વધુ સમય સુધી લોહીનો સંગ્રહ કરી શકાતો નથી. તેની મુદત પૂરી થાય તે પહેલાં ક્યાં બ્લડબેન્કમાં લોહીની સખત જરુર છે તેની પૂછપરછ કરવી પડે છે. આ અંગે યોગ્ય આયોજન કરવાની જરુર હોય છે. રાજ્યમાં હાલમાં 352 ખાનગી અને સરકારી બ્લડબેન્ક છે.


આખા રાજ્યમાં થેલેસેમિયાના 13 થી 15 હજાર દર્દી છે. જેમાં નાના બાળકો વધુ છે. આ બાળકોને દર ત્રણ અઠવાડિયે એકવાર લોહી ચઢાવવું પડે છે. લોહીની ઉણપ સર્જાતા આ બાળકોને લઇને વાલીઓને અનેક બ્લડ બેન્કના ધક્કા ખાવા પડે છે. આ બાળકોને યોગ્ય સમયે લોહી આપવું એ ખાનગી અને સરકારી બંને બ્લડબેન્કની ફરજ છે. જોકે આ બ્લડબેન્ક્સ જરુર પડે પીઠ ફેરવી લે છે.


અત્રે ઉલ્લેખનીય છે રક્તદાન શિબીર અંગેની માહિતી પોર્ટલ પર અપલોડ કરવી અપેક્ષીત હોય છે. પણ તે થતું નથી. જો તે યોગ્ય સમયે અપલોડ કરવામાં આવે તો જેને લોહીની ગજર છે તે પોર્ટલ પરથી લોહીની ઉપલબ્ધતા અંગેની માહિતી મેળવી શકે છે.


બ્લડબેન્ક દ્વારા યોગ્ય પ્લાનીંગના અભાવે આજે રાજ્યમાં અનેક દર્દીઓ લોહીની અછતને કારણે તકલીફમાં છે. હવે આ પરિસ્થિતી બદલાશે કે નહીં તેવો પ્રશ્ન દરેકને થઇ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button