ઓપરેશન ટનલ’ પર લાલુ યાદવે એવું શું બોલ્યા કે ભાજપ ગુસ્સે થઈ
કહ્યું- 'દુનિયા ભારતની સફળતા જોઈ રહી છે'
પટનાઃ ઉત્તરકાશી ટનલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા કામદારો અંગે, બિહારના પૂર્વ સીએમ અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે નિષ્ણાતોની મદદથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા, આમાં વડાપ્રધાનની શું ભૂમિકા હતી? તેમના આવા બયાન બાદ ભાજપના નેતાઓ ગુસ્સે ભરાયા છે અને લાલુ યાદવને નિશાન બનાવી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે આરજેડી ચીફના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે – “લાલુ યાદવનું નિવેદન હાસ્યાસ્પદ છે. તેમણે ક્યારેય કંઈ કર્યું નથી. તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થાઓ પ્રયાસો અને તેમનું મનોબળ વધારવા માટે પીએમનો સતત સંદેશ સફળતાનું કારણ છે… ભારત દ્વારા લાગુ કરાયેલી નવી પદ્ધતિઓ વિશ્વ જોઈ રહ્યું છે.”
https://x.com/ANI/status/1730084558731882911?s=20
રાયે આગળ કહ્યું હતું કે, “આખી દુનિયા ભારતના વખાણ કરી રહી છે. દુનિયા જાણે છે કે ભારતે આપત્તિ વ્યવસ્થાપન માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી છે… અને PM મોદીનો 10 મુદ્દાનો એજન્ડા છે… જે દરેક પ્રકારની આપત્તિમાં ઉપયોગી છે… હવે જાનમાલનું નુકસાન પણ ઘટી ગયું છે. કોઇ પણ આપત્તિમાં મિનિમમ કે નહીવત નુક્સાન થાય છે. ટનલમાંથી 41 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવા દરમિયાન પણ ત્યાં ન્યૂનતમ નુકસાન થયું હતું અને કોઇ જાનહાનિ પણ નહોતી થઇ. તે દરેક માટે આશ્ચર્યજનક છે… પરંતુ લાલુજી આવી વાતો કરીને હાસ્યને પાત્ર બની રહ્યા છે, દુનિયા તેમની મજાક કરી રહી છે.”