સુરતની એથર ઇન્ડસ્ટ્રીમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી
સુરત: બુધવારે સુરતના સચિન GIDCમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીમાં આગની ઘટના બની હતી. આ ઘટના બાદ સાત કામદારોનો લાપતા હતાં. ત્યારે ગુરુવારે સવારે આ સાત કામદારોના મૃતદેહ મળી આવ્યા હતાં. આ દુર્ઘટનામાં 20થી વધુ કામદારોને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનાને પગલે પ્લાન્ટની તપાસ દરમીયાન સાત લોકો લાપતા હોવાનું જાણકારી મળતાં તંત્ર દોડતું થયું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સચિન GIDCમાં આગ લાગવાની ઘટના મુદ્દે હવે મહત્વના સમાચાર આવી રહ્યાં છે. આગના બનાવમાં 20 વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટના બાદ તંત્ર દ્વારા પ્લાન્ટની તપાસ હાથ ધરાતા 7 કામદારો લાપતા હોવાની જાણ થઇ હતી. જેને પગલે પ્રશાસન દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્લામ્ટમાં લાપતા થયેલ 7માંથી 6 કામદારોનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે 30મી નવેમ્બરે 7માં કામદારનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી.
કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 20થી વધુ કામદાર ઇજાગ્રસ્ત થયા હતાં. આ દુર્ઘટનામાં દાઝી ગયેલા લોકોનો આંકડો હજી વધી રહ્યો હતો. છેલ્લી માહિતી અનુસાર સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 27 કામદારો દાઝી ગયા હતાં. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.