નેશનલવિધાનસભા સંગ્રામ

તેલંગાણા વિધાનસભાની 119 બઠકો માટે આજે મતદાન, કેસીઆર, કેટીઆર અને કોંગ્રેસ વચ્ચે જંગ

હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે આજે એટલે કે ગુરવારે મતદાન પ્રક્રિયા પાર પડશે. તેલંગાણા સહિત આ વર્ષે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. જેને આવતા વર્ષે યોજાનાર સોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. તેલંગાણા પહેલા છત્તીસગઢ, મિઝોરમ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા માટે મતદાન યોજાયું હતું. આ પાંચે રાજ્યના વિધાનસભા ચૂંટણીની મતગણતરી રવિવાર, 3 ડિસેમ્બરના રોજ યોજાશે. તેલંગાણામાં મૂખ્ય લડાઇ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવના પક્ષ ભારત રાષ્ટ્ર સમિતી (BRS), કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે એમ કહેવાઇ રહ્યું છે. જોકે ચૂંટણી પહેલાં થયેલ અનેક સર્વેમાં બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે તેવી શક્યતાઓ વર્તવામાં આવી છે.

આખા રાજ્યમાં 35,655 મતદાન કેન્દ્રો સ્થાપવમાં આવ્યા છે. જ્યાં કુલ 3.26 કરોજ મતદારો નોંધાયેલા છે. મૂખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે ચૂંટણીની તૈયારી અંગે વાત કરતાં કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી માટે અઢીલાખથી વધુ કર્મચારીઓ કામની નિમણૂંક કરવામાં આવી છે. તેલંગણામાં પહેલીવાર દિવ્યાંગ મતદારો અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘરબેઠા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી તેલંગાણાના મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, હું તેલંગાણાના મારા તમામ ભાઇ-બહેનોને રેકોર્ડબ્રેક મતદાન કરવાની અને લોકશાહીનો ઉત્સવ મનાવવાની અપીલ કરું છું. ખાસ કરીને પહેલીવાર મતદાન કરનારા અને યુવાન મતદારોને આગ્રહ છે કે તેમણે પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઇએ.


તેલંગાણા માટે અલગ અલગ સમિકરણો સામે આવી રહ્યાં છે ત્યારે અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) 9 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાહુલ ગાંધી, બીઆરએસ પ્રમુખ કેસીઆર અને એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આ તમામ પક્ષના દિગ્ગજોએ તેલંગાણામાં જોરદાર પ્રચાર કર્યો છે.


એક મીડિયા રિપોર્ટ મુજબ તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2,290 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં મુખ્ય પ્રધાન કેસીઆર, તેમનો દિકરો કેટી રામારાવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડી અવે ભાજપના લોકસભાના સદસ્ય બી. સંજય કુમાર અને ડી અરવિંદનો સમાવેશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના સત્તાધારી બીઆરએસે તમામ 119 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે. જ્યારે ભાજપે બેઠકોની ફાળવણીના કરાર મુજબ 111 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બાકીની આઠ બેઠકો અભિનેતા પવન કલ્યાણના નેતૃત્વમાં જનસેના માટે છોડી છે. કોંગ્રેસે પોતાના મિત્રપક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ) ને એક બેઠક આપી છે. અને બાકીની 118 બેઠકો પર કોંગ્રેસ પોતે ચૂંટણી લડી રહી છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker