પુરુષ

મેટર તો બધાની જ લાઈફમાં હોય છે!

સમાજે એ શીખવું પડશે કે પુરુષના સંઘર્ષને કે તેની જવાબદારીઓને સમયે સમયે પ્રોત્સાહિત કરે, તેને હૂંફ આપે કે તેને એવો અહેસાસ કરાવે કે તમને પુરુષના સંઘર્ષની કદર છે!

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

ઈન્ટરનેશનલ મેન્સ ડેની આપણે વાત કરી રહ્યા હતા. આ વર્ષે ઈન્ટરનેશનલ મેન્સ ડેની થીમ હતી. ઝીરો મેલ સ્યુસાઈડ’. સાથે જ આપણે વર્ષ ૨૦૨૨માં ભારતમાં પુરુષોએ કરેલી આત્મહત્યાનો આંકડો પણ જોયેલો. જે આંકડો ઘણો મોટો અને ચોંકાવનારો છે. તો આંતરાષ્ટ્રીય સ્તરે પણ ડબલ્યુએચઓએ કહ્યું છે કે વિશ્ર્વમાં સ્યુસાઈડના કુલ કેસિસમાં ૭૫% કેસિસ પુરુષોની આત્મહત્યાના હોય છે! તો એનું કારણ શું? ડબલ્યુએચઓ એનો પણ જવાબ આપે છે વિશ્ર્વભરમાં પુરુષનું ડિપ્રેશન એ સૌથી અન્ડરરેટેડ રહ્યું છે. એનો અર્થ એ થયો કે મર્દ કો ભી દર્દ હોતા હૈની ફિલસૂફી હજુ વૈશ્ર્વિક સ્તરે નથી સ્વીકારાઈ. ભારતમાં તો પુરુષ એટલે ઘર કા બડા લડકા, પરિવારનો મોભ, એકનો એક ભાઈ કે છોકરાઓનાં સપનાં પૂરા કરનાર સુપર હીરો છે જ. પરંતુ વિશ્ર્વમાં પણ એવું માની લેવાયું છે કે પુરુષને તે કંઈ દુ:ખ થાય? એ તો સુપર સ્ટ્રોંગ ક્રીએચર છે!

જોકે એ ભૂલ છે. એ વાત સાચી કે કુદરતે આપેલા રોલ્સ મુજબ અમુક હાર્ડ કામ કરવાની કે અમુક જવાબદારીઓ નિભાવવાની ભૂમિકા પુરુષની જ છે. એટલે એવું પણ ન જ કહી શકાય કે પુરુષને આ બધા કામોમાંથી મુક્તિ આપો! એવી કોઈ પણ પારિવારિક કે સામાજિક જવાબદારીઓમાંથી પુરુષ ક્યારેય મુક્ત થઈ જ ન શકે. પણ સાથે સમાજે એ બાબત પણ સ્વીકારવી પડશે કે જે જવાબદારીઓ પુરુષ નિભાવી રહ્યો છે એ જવાબદારીઓ નિભાવતી વખતે તેના મન અને વિચાર પ્રક્રિયા પર વધુ પડતો બોજો તો નથી પડી રહ્યોને? ઈવન સમાજે એ પણ શીખવું પડશે કે પુરુષના સંઘર્ષને કે તેની જવાબદારીઓને સમયે સમયે પ્રોત્સાહિત કરે, તેને હૂંફ આપે કે તેને એવો અહેસાસ કરાવે કે તમને પુરુષના સંઘર્ષની કદર છે!

કદાચ આટલા શબ્દો પણ પુરુષ માટે બહુ મોટી હૂંફ બની રહે! કારણ કે આજે દરકે માણસને થોડી અપેક્ષા તો હોય જ કે તેના કામની નોંધ લેવાય અથવા તેના કામની કદર થાય. અપેક્ષા પરથી એ પણ યાદ આવ્યું કે પુરુષ પાસે જ શું, કોઈનીય પાસે અમુક પ્રકારની અપેક્ષાઓ રાખવી જ નહીં. પુરુષોના કિસ્સામાં તો એવું થાય જ્યારે તેનો પરિવાર અથવા તેના સ્વજનો તેની પાસે અમુક અપેક્ષાઓ રાખવાનું શરૂ કરે એટલે ધીમેધીમે તેના વર્કિંગ આવર્સ વધતા જાય, તેના પર કામનું પ્રેશર વધતું જાય અને સ્વાભાવિક જ બધી અપેક્ષાઓ પૂરી ન થાય એટલે તેની અંદર નિષ્ફળ હોવાની નિરાશાનું સામ્રાજ્ય વધતું જાય!

પણ એવું નથી હોતું. દરેક કિસ્સામાં કંઈ પુરુષ નિષ્ફળ નથી હોતો. બલ્કે ઘણા બધા કિસ્સામાં તેના સ્વજનો દ્વારા તેની પાસે અપેક્ષા જ વધુ રખાઈ હોય છે! અને હા, પુરુષો તમે શું માનો છો? જીવનમાં મગજમારી ખાલી તમને એકલાને જ છે? ઘરના પ્રોબ્લેમ્સ, કરિઅરના પ્રોબ્લેમ્સ, પૈસાની મગજમારી, હેલ્થના ઈશ્યુ કે ભવિષ્યની ચિંતા ખાલી તમને એકલાને જ છે? જરા નિરાંતે તમારા પ્રિય મિત્ર સાથે એકાદ બિયર પીતા પીતા ચર્ચા તો કરી જોજો. કંઈ નહીં થાય. તમારી કોઈ વાત લિક નથી થાય. અને થાય તો પણ શું? ઘરે ઘરે માટીના ચૂલા છે! બધે જ કાગડા કાળા છે!

પરંતુ તમે જ્યારે તમારા મિત્રો સાથે અથવા બીજા કોઈ પણ ક્લોઝવન્સ સાથે તમારી વાતો શેર કરશો ત્યારે તમને એકસાથે બે ફાયદા થશે! એક તો એ કે તમને ખબર પડશે કે તમારે એકલાને જ ‘મેટર’ નથી. તો કંઈ તમે એટલા પણ કમનસીબ નથી. બલ્કે તમને ખ્યાલ આવશે બીજાને સાવ જૂદી અને વિચિત્ર પ્રકારની મેટર છે, જે તમારાથી વધુ કોમ્પ્લિકેટેડ છે! તો ફાયદો એ થશે કે આવું કંઈ પણ શેરિંગ કરવાથી તમારું મન હળવું થઈ જશે.

દોસ્તો હોય જ એના માટે છે. તેઓ તમને બે સારી સલાહ પણ આપશે અને તેમની વાતો તમને બળ પણ આપશે. પણ મનમાં ને મનમાં ઘૂંટાતા કે ગૂંગળાતા રહેવાનો કોઈ અર્થ નથી. બરાબર?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…