આમચી મુંબઈમહારાષ્ટ્ર

દસ દિવસનું શિયાળુ સત્ર પૂરતું નહીં: વિપક્ષ

મુંબઈ: મહારાષ્ટ્રના વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે રાજ્ય સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે રાજ્યના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 10 દિવસ પૂરતા નથી. વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમીથી વીસમી સુધી આયોજિત કરવામાં આવ્યું છે. ત્રણ અઠવાડિયાના આ સત્રમાં ફક્ત દસ જ દિવસ કામ થવાનું છે એમ જણાવતાં વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યના મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવા માટે આટલું ટુંકું સત્ર પૂરતું નથી.

વિધાનભવનમાં તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર જનતાના વિષયો પ્રત્યે ગંભીર નથી. અમે સરકારના નિર્ણયથી નારાજ છીએ. અમારી માગણી છે કે ઓછામાં ઓછા 15 દિવસનું કામકાજ શિયાળુ સત્રમાં થવું જોઈએ. આગામી બજેટ સત્ર બે દિવસનું હશે કે લાંબું હશે, એમ પણ કૉંગ્રેસના નેતાએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button