શૉકિંગ સિક્રેટઃ એક સમયે રાણી મુખરજીએ કાજોલ સાથે વાતચીત બંધ કરી હતી
રાણી મુખરજી અને કાજોલ બન્ને પિતરાઈ બહેનો છે અને બે ફિલ્મોમાં સાથે દેખાઈ ચૂકી છે. કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈથી કરિયરની શરૂઆત કરનારી રાણી અને આ જ ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા ભજવનારી કાજોલ કરણના શૉ કોફી વિથ કરણની સિઝન 8માં આજે દેખાવાના છે ત્યારે ઘણા સિક્રેટ બહાર આવશે. જોકે એક સિક્રેટ અડધુપડધુ તો બહાર આવી ગયું છે. જેમાં મીડિયા રિપોટ્સ અનુસાર રાણીને પૂછે છે કે વર્ષ 2000માં તે કઈ અભિનેત્રી સાથે વાતચીત બહુ ઓછી કરી હતી ત્યારે રાણી કાજોલનું નામ લે છે. જોકે તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી. તો બીજા એક સવાલમાં કરણ કાજોલને પૂછે છે કે તારી કઈ ફિલ્મમાં રાણીએ સ્પેશિયલ અપિરિયન્સ આપ્યો છે ત્યારે કાજોલને આ ફિલ્મ યાદ નથી હોતી. આ બન્નેનો શૉ આવતીકાલે ઑનએર થવાનો છે જેના પ્રોમો પરથી લાગે છે કે બન્નેએ ધમાલ ઘણી કરી છે અને સિક્રેટ્સ પણ ઘણા શેર કર્યા છે. રાણી આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી અદીરા નામની દીકરીની માતા છે જ્યારે કાજોલ અજય દેવગનની પત્ની છે અને બે સંતાનોની માતા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાણી તાજેતરમાં મસિસ મુખરજી વર્સિસ નોર્વે નામની ફિલ્મમાં દેખાઈ હતી જ્યારે કાજોલ ઘણા ઓટીટી શૉ કરી રહી છે. તાજેતરમાં તેનો ટ્રાયલ નામનો શૉ રિલિઝ થયો હતો.
કરણના શૉમાં ફ્લોરોસન્ટ ગ્રીન આઉટફીટમાં આવેલી રાણી અને મરૂન કલરના ગાઉનમાં આવેલી કાજોલ આજે પણ એટલા જ સુંદર લાગે છે.
કરણના શૉની સિઝન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ શૉમાં કલાકારો જે કઈ કહે છે તે બીજા બે ત્રણ દિવસ ફિલ્મી ગોસિપ તરીકે ચ્યુઈંગમની જેમ ચગરાતું રહે છે.