આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રની ચાર દિવસના મુલાકાતે…

પુણે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રમાં શાળા શિક્ષણ પ્રણાલીમાં યોગના એકીકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં આ કાર્યક્રમ દરનિયાન રાજ્યપાલ રમેશ બૈસ, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન અદિતિ તટકરે, દક્ષિણ મુખ્યાલયના અધિકારીઓ, વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચાર દિવસ સુધી મહારાષ્ટ્રમાં રહેશે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ શનિ શિંગળાપુર મંદિરે દર્શન કરશે.

આ ઉપરાંત તેઓ ગુરુવારે એટલે કે 30 નવેમ્બરના રોજ એનડીએના 145મા કોર્સની પાસિંગ આઉટ પરેડ સમારોહમાં હાજર રહેશે. આ સમારોહમાં કેરળના ગવર્નર આરિફ એકેડમીના વિદાય સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ નગર જિલ્લાના રાહુરીમાં મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠની મુલાકાત લેશે. તેમજ યોગ, સંશોધન અને સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોના લોકો કોન્ફરન્સ દરમિયાન સુનિશ્ચિત પેનલ ચર્ચામાં ભાગ લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઓડિશાની મુલાકાત લેશે.

નોંધનીય છે કે ઓડિશાના વતની મુર્મુએ ગયા વર્ષે 25 જુલાઈએ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે વાત કરીએ તો તેમને તેમની જિંદગીમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. અને હાલમાં તે દેશની સેવા કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button