સ્પોર્ટસ

બોલો, અઠવાડિયામાં બીજા ભારતીય બોલરે કર્યાં લગ્ન

ગોરખપુરઃ ગયા અઠવાડિયા દરમિયાન ભારતના ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ લગ્ન કર્યા પછી ગઈકાલે બીજા એક ફાસ્ટ બોલર મુકેશ કુમારે લગ્ન કરી લીધા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટવેન્ટી-ટવેન્ટીની સિરીઝ ચાલી રહી છે ત્યારે આ મેચની સિરીઝ વચ્ચે ભારતના સ્ટાર બોલર મુકેશ કુમારે બ્રેક લઈને લગ્ન કરી લીધા છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાંથી રજા લઇને તેણે ગોરખપુરમાં દિવ્યા સિંહ સાથે સાત ફેરા લીધા હતા. મુકેશના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લગ્ન કરવા માટે મુકેશ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં રમ્યો નહોતો. તે ચોથી પહેલા ટીમ સાથે જોડાશે.

મુકેશના લગ્ન ગોરખપુરના એક રિસોર્ટમાં થયા હતા. મુકેશની પત્ની દિવ્યા સિંહ બિહારના છપરા જિલ્લાની રહેવાસી છે. બંનેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ કરી હતી. લગ્ન બાદ 4 ડિસેમ્બરે મુકેશના ગામ બેરુઈમાં રિસેપ્શન છે.

ત્રણ ભાઈઓમાં મુકેશ સૌથી નાનો છે. તેના બધા ભાઈઓ અને બહેનો પરિણીત છે. મુકેશને એક ભાઈ છે જે ખેડૂત છે. જ્યારે એક ભાઈ કોલકાતામાં ખાનગી નોકરી કરે છે. મુકેશ કુમાર બિહારનો રહેવાસી છે અને તેણે બંગાળ માટે અંડર-19 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

લાંબા સમય સુધી રણજી રમ્યા બાદ મુકેશને 2022માં ન્યૂઝીલેન્ડ સામે ઇન્ડિયા-એ તરફથી રમવાની તક મળી હતી. તેણે 36 રનમાં પાંચ વિકેટ લઈને ખળભળાટ મચાવી દીધો હતો. આ પછી તેને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. મુકેશે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટેસ્ટ, વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.

આ અગાઉ ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ લગ્ન કરી લીધા છે. સૈની લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી અને કાઉન્ટીમાં રમતો જોવા મળે છે. નવદીપે તેના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ કરી આપી હતી. નવદીપ સૈનીએ તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button