ગૌતમ સિંઘાનિયા Vs નવાઝ મોદીઃ પતિ-પત્ની વચ્ચેનો વિવાદ… દરરોજ કરોડોનું નુકસાન
ગૌતમ સિંઘાનિયાને બેવડો માર

મુંબઇઃ બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી વચ્ચે છૂટાછેડાનો વિવાદ ચાલુ છે અને તેની અસર રેમન્ડ કંપની પર પણ પડી રહી છે. 13 નવેમ્બરથી કંપનીના શેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે ગૌતમ સિંઘાનિયાને આ મામલે બેવડો ફટકો તેમની પત્ની દ્વારા કરવામાં આવેલા હુમલાના આરોપો વચ્ચે પડ્યો છે, એક પ્રોક્સી એડવાઈઝર ફર્મે રેમન્ડના સ્વતંત્ર ડિરેક્ટરોને જરૂર પડ્યે સિંઘાનિયા વિરુદ્ધ તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા જણાવ્યું છે.
પ્રોક્સી એડવાઇઝરી ફર્મ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિસ (આઇઆઇએએસ) એ તપાસ દરમિયાન ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદી બંનેને બોર્ડથી દૂર રહેવા કહ્યું છે અને આ સમયગાળા માટે વચગાળાના CEOની નિમણૂક કરવાનું સૂચન કર્યું છે. ફર્મે રેમન્ડના સ્વતંત્ર ડિરેક્ટર્સોને જો જરૂરી હોય તો કંપનીને તેના પ્રમોટરોથી બચાવવા વિનંતી કરી છે કે. એક પત્રમાં, એડવાઇઝરી ફર્મે જણાવ્યું હતું કે બે પ્રમોટરો વચ્ચેના કોઈપણ કરારનો અર્થ એવો ન હોઈ શકે કે આવા વર્તનને માફ કરવામાં આવે.
એડવાઇઝરી ફર્મે ડિરેક્ટરોને પૂછ્યું છે કે બોર્ડના એક સભ્ય દ્વારા બીજા પર આવા ગંભીર અને ઘૃણાસ્પદ આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં તમે હજુ પણ મૌન છો. રેમન્ડના રોકાણકારો આ બાબતને કારણે ચિંતિત છે, જે છેલ્લા કેટલાક દિવસોમાં શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે. ફર્મે રેમન્ડ કંપનીને કહ્યું હતું કે તમારા મૌનનું ખોટું અર્થઘટન થઈ શકે છે. આઈઆઈએએસે ગૌતમ સિંઘાનિયા સામે નવાઝ મોદીની કંપનીના ભંડોળનો અંગત લાભ માટે ઉપયોગ કરવાના આરોપોની તપાસનું પણ સૂચન કર્યું છે.
ગૌતમ સિંઘાનિયાએ તેમની પત્નીથી અલગ થવાની જાહેરાત કર્યા બાદ રેમન્ડ સ્ટોક્સ ઘટી રહ્યો છે. મંગળવારે, છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ, કંપનીના શેરમાં 4.99 ટકાનો ઘટાડો થયો હતો અને તે દિવસના સૌથી નીચલા સ્તરે રૂ. 1,566.90 પર પહોંચી ગયો હતો. આ ભાવે, સળંગ 10 ટ્રેડિંગ સેશનમાં શેરના ભાવમાં 17.65 ટકાનો ઘટાડો થયો છે. આઈઆઈએએસે કંપનીના સ્વતંત્ર ડિરેક્ટરોને સલાહ આપતા કહ્યું છે કે તમારે કંપનીને નવાઝ મોદી અને ગૌતમ સિંઘાનિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી કડવી લડાઈમાંથી બચાવી લેવા પગલા લેવા જોઈએ. તમે સ્વતંત્ર કાનૂની સલાહકાર પણ પસંદ કરી શકો છો. જો કે તે વકીલનો રેમન્ડ ગ્રુપ અથવા સિંઘાનિયા પરિવાર સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ.
રેમન્ડના સીએમડી સિંઘાનિયા લગભગ 11,620 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. ગૌતમ સિંઘાનિયાએ દિવાળીના એક દિવસ પછી 13 નવેમ્બર 2023ના રોજ સોશિયલ મીડિયા પર નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ પછી નવાઝે છૂટાછેડાના બદલામાં ગૌતમ સિંઘાનિયાની મિલકત નો 75 ટકા હિસ્સો પોતાના અને પુત્રીઓ નિહારિકા અને નીસા માટે માંગ્યો હતો.
બીજા જ દિવસે નવાઝે ગૌતમ સિંઘાનિયા પર તેની અને તેની પુત્રી પર મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. એટલું જ નહીં, તાજેતરમાં તેમણે ખુલાસો કર્યો હતો કે સુગર અને બીપીના દર્દી હોવા છતાં, ગૌતમ સિંઘાનિયાએ તેમને ભોજન અને પાણી વિના તિરુપતિ મંદિરની સીડીઓ ચડવાની ફરજ પાડી હતી અને તે દરમિયાન તેઓ 2-3 વખત બેહોશ થઈ ગયા હતા.