શ્રીલંકાએ બહાર પાડ્યુ ક્રિકેટ કેલેન્ડરઃ જાણો ભારત સાથે કયારે રમશે સિરિઝ
હાલમાં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની હોમ T20 શ્રેણી રમી રહી છે, જેમાં ગઈકાલે ત્રીજી મેચ જીતી ઓસ્ટ્રેલિયાએ સિરિઝ જિવંત રાખી છે.
ભારત તેની પ્રથમ 3 મેચમાં 2-1થી આગળ છે. હવે આ શ્રેણી બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે પણ તે પહેલા નવી એક સિરિઝની જાહેરાત આજે કરવામા આવી છે. આ સિરીઝ આવતા વર્ષે જુલાઈમાં શ્રીલંકા સામે રમાવાની છે.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે બુધવારે (29 નવેમ્બર) આ મોટી જાહેરાત કરી છે. આ મુજબ ભારતીય ટીમ જુલાઈ 2024માં શ્રીલંકાના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમાશે.
T20 વર્લ્ડ કપ 2024 પણ આ સીરિઝ પહેલા યોજાશે. મતલબ કે આ મોટી ટૂર્નામેન્ટ બાદ શ્રીલંકાનો પ્રવાસ થશે. તેમજ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 2024 માટે તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર બહાર પાડ્યું છે. શ્રીલંકાની ટીમ આગામી વર્ષની શરૂઆત જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે રમાનારી સિરિઝથી કરશે.
આ પછી ટીમ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અફઘાનિસ્તાન સામે સિરિઝ રમશે. ત્યાર બાદ શ્રીલંકાની ટીમે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે.
તે દરમિયાન T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવશે. આ પછી ભારત, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો શ્રીલંકાના પ્રવાસે જશે. આ પછી, શ્રીલંકાની ટીમને વર્ષના મધ્યમાં ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરિઝ રમવાની રહેશે અને ત્યારબાદ ટીમ 2024 સીઝનના અંતમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડના પ્રવાસ પર જશે.
માત્ર ભારત જ નહીં શ્રીલંકાના ખેલાડીઓ પણ વર્ષભર એક પછી એક સિરિઝ રમવામાં વ્યસ્ત રહેશે.