આ તો કેવી પરંપરા મૃત્યુ પછી પણ અહી કરવામાં આવે છે…
આ તો કેવી પરંપરા છે કે મૃત્યુ પછી પણ લગ્ન કરવામાં આવે પરંતુ ચીનના ઘણા ટ્રાઈબલ વિસ્તારોમાં આજે પણ આ પરંપરા ચાલે છે ત્યારે આ પરંપરા હેઠળ એક દંપતી પર તેમની 16 વર્ષની પુત્રીની લાશ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે યુવતીનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું હતું.
મૃત્યુ બાદ તેના માતે પિતાએ યુવતીની ડેડ બોડીને ‘ઘોસ્ટ બ્રાઇડ’ તરીકે વેચી દીધી હતી. દંપતીને કોઇ બાળક નહોતું આથી આ પુત્રીને તેમને દત્તક લીધી હતી. તેના મૃત્યુ બાદ એક વ્યક્તિએ એવો આરોપ લગાવ્યો હતો કે આ યુવતી તેની પુત્રી હતી અને તેની પાસેથી આ દંપતીએ તેને દત્તક લીધી હતી. જ્યારે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી ત્યારે તેમને કપલ પાસેથી 66,000 યુઆન એટલે કે લગભગ 7.88 લાખ રૂપિયા મળી આવ્યા હતા. પરંતુ પોલીસે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.
ચીનના શાનડોંગ પ્રાંતની આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આરોપ લગાવનાર વ્યક્તિએ કહ્યું હતું કે તેની પુત્રી જિયાઓદને ગયા વર્ષે ડિસેમ્બરમાં બિલ્ડિંગના 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. કારણકે તેના દત્તક લીધેલા માતા-પિતા તેને ખૂબજ પરેશાન કરતા હતા.
તેણે 2006માં જિયાઓદાનને દત્તક આપી હતી કારણ કે તેમને પહેલાથી જ જોડિયા બાળકો હતા. તે હંમેશા પોતાની પુત્રીને એક સંબંધીની રીતે મળવા જતો હતો. ત્યારે તેના પિતાએ એવો આરોપ લગાવ્યો છે કે તેની પુત્રીના મૃત્યુ બાદ તેની લાશને બીજા કોઇ મૃતકની લાશ સાથે પરણાવી દેવામાં આવી હતી. અને તેના બદલામાં તેઓએ પૈસા લીધા છે.
નોંઘનીય છે કે ચીનમાં ભૂતોના વિવાહ એટલે કે મૃત લોકોના લગ્નની પરંપરા 3000 વર્ષ જૂની છે. અને આજે પણ ઓછા વિકસિત ગ્રામીણ વિસ્તારોમાં લોકો તે પરંપરા નિભાવે છે. તેમનું માનવું છે કે છે કે જો કોઈ લગ્ન વિના મૃત્યુ પામે છે, તો મૃત્યુ બાદ તેના સંબંધીઓને પરેશાન કરે છે. કારણ કે મૃત્યુ પછી દુનિયામાં તેનો કોઈ સાથી નથી. એટલા માટે જે લોકો કુંવારા મરી જાય છે તેમની લાશોને પરણાવવામાં આવે છે