નેશનલ

57 મુખ્ય સચિવોનો છેલ્લા દસ વર્ષમાં કાર્યકાળ વધારવામાં આવ્યો હતો…

નવી દિલ્હી: 28 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં અધિકારીનો કાર્યકાળ વધારવા માટે નો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે તમને ઘણા બધા નામોનું લીસ્ટ આપ્યું હતું જેમાંથી તમે એક પણ નામ પસંદ ના કર્યું તો હવે કોઇ અધિકારીનો કાર્યકાળ વધારવો તે કેન્દ્ર સરકારનો અધિકાર છે. ત્યારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં મુખ્ય સચિવની સેવાના વિસ્તરણ અંગે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં વિવિધ રાજ્યોમાં 57 મુખ્ય સચિવોનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે.

આ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે. જ્યારે અગાઉ દિલ્હી સરકાર વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં કોઈ મુખ્ય સચિવને સેવામાં વધારો આપવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ 28 નવેમ્બરના રોજ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે જો દિલ્હી સરકાર નરેશ કુમારને મુખ્ય સચિવના પદ પર રાખવા માંગતી નથી તો તમે નવા નામોમાંથી પસંદગી કેમ નથી કરતા? જો તમે ઈચ્છો તો તમે નવા મુખ્ય સચિવની જાતે નિમણૂક કરી શકો છો, પરંતુ જો તમે સેવાના વિસ્તરણનો નિર્ણય લઈ રહ્યા છો, તો તમારે સ્પષ્ટ કરવું જોઈએ કે તમે કઈ સત્તાથી આવો નિર્ણય લઈ રહ્યા છો. આનો આધાર શું છે?


દિલ્હી સરકાર વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે દિલ્હીમાં સરકારની રચના શરૂ થઈ ત્યારથી લગભગ 30 વર્ષમાં કોઈ પણ મુખ્ય સચિવને સેવામાં એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી દલીલનો જવાબ આપતા કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય સચિવ દીપક મોહનને 2015માં સેવામાં એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.


સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે છેલ્લા 12 મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશે તેમના મુખ્ય સચિવોની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટનો ભાગ વાંચતા સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે દેશભરના વિવિધ રાજ્યોમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 57 મુખ્ય સચિવોને સેવામાં એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે ત્યાંના મુખ્ય સચિવનો કાર્યકાળ રાજ્ય સરકારો દ્વારા લંબાવવામાં આવ્યો છે. એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે આ દેશની રાજધાની છે અને કેન્દ્ર સરકારનું માનવું છે કે દિલ્હીના મુખ્ય સચિવ 6 મહિના સુધી પદ પર રહેવા જોઈએ અને નિયમો 6 મહિનાથી વધુ સમયની મંજૂરી આપતા નથી. તેમજ જો અધિકારની વાત કરીએ તો મુખ્ય સચિવને સેવામાં એકસ્ટેન્શન આપવું કે નહી એ કેન્દ્ર સરકારના હાથની વાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button