ટનલમાંથી જેવા 41 કામદારો બહાર નીકળ્યા એવા જ ફિલ્મ નિર્માતાઓએ દોડ લગાવી…
ઉત્તર કાશી: હમણાં થોડા સમયથી બોલિવૂડમાં રીયલ સ્ટોરી પર ફિલ્મો બનાવવાનો સિલસિલો ચાલ્યો છે ત્યારે 28 નવેમ્બરના રોજ જ્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનતી ટનલમાં ફસાયેલા 41 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા ત્યારથી ફિલ્મ નિર્માતાઓ વચ્ચે ટાઈટલ માટે જાણે સ્પર્ધા ચાલી રહી હોય તેમ અત્યાર સુધીમાં આ મુદ્દા પર ફિલ્મો બનાવાવ માટે ઘણા ફિલ્મ પ્રોડ્યુસરની રિકવેસ્ટ આવી છે.
ઘણા ફિલ્મ નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસ ભારતના આ સફળ મિશન પર આધારિત ફિલ્મ ટાઇટલ રજીસ્ટર કરવાની રેસમાં લાગી ગયા છે. જેમાં મુંબઈમાં ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલના કાર્યાલયોમાં વિવિધ ફિલ્મ ટાઈટલની નોંધણી કરવા માટે ઘણી રિકવેસ્ટ મળી છે.
ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનના પ્રમુખ અને અભિનેતા અનિલ નાગરથને તેમની ઓફિસ પર ટાઇટલ રજીસ્ટ્રેશન માટે જે રિક્વેસ્ટ આવી તેમાં રેસ્ક્યૂ, રેસ્ક્યૂ-41, અને મિશન 41 – ધ ગ્રેટ રેસ્ક્યૂ’ જેવા ટાઇટલ આવ્યા છે. આ ઉપરાંત પણ અનેક નામોની અરજીઓ આવી છે. નાગરથે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં અમે આ તમામની સમીક્ષા કરીશું અને પહેલા અને પછી ફિલ્મ બનાવવાની પરવાનગી આપીશું.
અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક જમનાદાસ મજેઠિયા એ જણાવ્યું હતું કે ઘણા લોકો ફક્ત ફિલ્મના ટાઈટલ માટે દોડે છે. કારણકે ટાઈટલની નોંધણી એક સરળ કાર્ય છે, પરંતુ જ્યારે ફિલ્મ બનાવવાની આવે ત્યારે એક કે બે જ ફિલ્મ બને છે. ત્યારે ઘણા ફિલ્મ નિર્માતાઓ લાગે છે કે તેઓએ સમાન વિષય પર ફિલ્મ ન બનાવવી જોઈએ કારણકે તેમની ફિલ્મ ચાલશે નહિ આથી પણ તેઓ ઘણી વાર ફિલ્મ બનાવવાનું છોડી દેતા હોય છે. જ્યારે વાસ્તવિક જીવનની ઘટના પર ફિલ્મ બનાવવાની વાત આવે છે ત્યારે તેમાં ઘણી બધી પરવાનગીઓ સામેલ હોય છે,