નેશનલમનોરંજન

ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવવાની પ્રશંસા કરી બોલિવૂડ સેલેબ્સે

ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ બહાર કાઢવામાં આવ્યા છે. અક્ષય કુમારથી લઈને અભિષેક બચ્ચન સુધીના ઘણા લોકોએ બચાવ ટીમની પ્રશંસા કરી હતી. ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને સફળતાપૂર્વક બચાવવાની બૉલીવુડ હસ્તીઓ ઉજવણી કરી રહી છે. બચાવ ટીમની 17 દિવસની મહેનત બાદ સારા સમાચાર આવ્યા છે. બચાવકર્મીઓના પ્રયાસોની પ્રશંસા કરનાર પ્રથમ સેલિબ્રિટી અક્ષય કુમાર હતા. આનંદ અને રાહત વ્યક્ત કરતા, OMG અભિનેતા (અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું કે, ’41 ફસાયેલા લોકોને બચાવવા વિશે જાણીને હું આનંદ અને રાહતથી સંપૂર્ણપણે અભિભૂત છું. રેસ્ક્યુ ટીમના દરેક સભ્યને મોટી સલામ. તમે એક મહાન કામ કર્યું છે. આ એક નવું ભારત છે અને આપણે બધા આ નવા ભારતને માણી રહ્યા છીએ. હું ખૂબ જ ગર્વ અનુભવુ છું. જય હિંદ.’

https://twitter.com/akshaykumar/status/1729553082810249384?s=20

વીર દાસ

હાસ્ય કલાકાર વીર દાસે તેના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, ‘વિજ્ઞાન, વિશાળ દિલ અને માનવતાનું એક સાથે આવવું કેટલું સુંદર છે. આ અદ્ભુત કામગીરી માટે દરેક બચાવ કાર્યકરને શુભેચ્છા.’

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને પણ આ બચાવ કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે બચાવ ટીમ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા શેર કર્યું હતું કે , “તમામ બચાવ કાર્યકરો અને તમામ એજન્સીઓનો આભાર. આપણે તેમની કૃતજ્ઞતાના ઋણી છીએ જેમણે ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે અથાક મહેનત કરી હતી અને કામદારોને પણ મોટી સલામ. જય હિંદ!”


રિતેશ દેશમુખ
અન્ય ઘણી હસ્તીઓએ પણ આવી જ આભારની લાગણી વ્યક્ત કરી હતી. બચાવ ટીમના વખાણ કરતાં રિતેશ દેશમુખે કહ્યું, ‘શાબાશ!!! અમારી રેસ્ક્યુ ટીમને સલામ, જેમણે છેલ્લા 17 દિવસથી ફસાયેલા કામદારોને બચાવવા માટે દિવસ-રાત અથાક મહેનત કરી હતી. પરિવારો અને રાષ્ટ્રની પ્રાર્થનાનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગણપતિ બાપ્પા મોરિયા #UttarakhandTunnelRescue #UttarakashRescue.’


જેકી શ્રોફ
જેકી શ્રોફે કહ્યું હતું કે, ‘તમામ 41 કામદારોને ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી બચાવી લેવામાં આવ્યા છે. “NDRF, BRO, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, NHIDCL, SJVNL, THFCL, RVNL, ONGC, કોલ ઇન્ડિયા અને અન્ય સહિત બચાવ કામગીરી માટે રાત-દિવસ કામ કરનાર 22 એજન્સીઓનો આભાર.’

https://twitter.com/bindasbhidu/status/1729529826166620583?s=20

નિમરત કૌર
નિમરત કૌરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું કે, ‘ – NDRF,આર્મી, એન્જિનિયર્સ, રેટ હોલ માઇનર્સ, ફસાયેલા તમામ કામદારોને બચાવવા માટે એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ તેમના અથાક પ્રયાસો માટે અને નોંધપાત્ર કાર્ય માટે ઘણા અભિનંદન અને સલામ. આખરે ભગવાનની કૃપાથી ઘણી રાહત અને ખુશી મળી. વખાણ!”
બોલિવૂડ તો ઠીક જુદા જુદા રાજ્યના સીએમે પણ ભારત સરકારની આ સંપૂર્ણ બચાવ પ્રક્રિયાની પ્રશંસા કરી હતી.


નવીન પટનાયકઃ
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ગર્વથી કહ્યું હતું કે ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલની અંદર ફસાયેલા તમામ 41 કામદારોને બચાવીને સાબિત કર્યું કે દેશ તેના નાગરિકોના જીવ બચાવવા માટે કંઈપણ અને બધું જ કરી શકે છે. પટનાયકે લગભગ 17 દિવસ પછી સિલ્ક્યારા ટનલમાંથી ઓડિશાના પાંચ સહિત 41 મજૂરોને બહાર કાઢવા બદલ બચાવ ટીમનો આભાર માન્યો હતો.


નોંધનીય છે કે 12 નવેમ્બરના રોજ, સુરંગની સિલ્ક્યારા બાજુ પર 60 મીટરનો કાટમાળ પડ્યા બાદ ટનલનો એક ભાગ અંદર ખાબક્યો હતો. આ ઘટનામાં 41 મજૂરો બાંધકામ હેઠળના સ્ટ્રક્ચરની અંદર ફસાઇ ગયા હતા. ભારત સરકારે આ તમામ મજૂરોને બચાવવા માટે તેમની તમામ તાકત ઝોકી દીધી હતી અને તમામ મજૂરોને નવી જિંદગી બક્ષી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button