મનોરંજન

HAPPY BIRTHDAY: ભુજનો આ યુવાન રિયાલિટી શૉમાં ગયો હતો ગીત ગાવા ને બની ગયો સંગીતકાર

બોલીવૂડમાં સંગીતકારોની હીટ જોડીની પરંપરા છે અને આમાં બે ગુજરાતી જોડી કલ્યાણજી-આનંદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલનું નામ મોખરે છે જે ગુજરાતી છે ત્યારે હજુ એક ગુજરાતીએ આ રીતે જ જોડી જમાવી છે અને બન્ને હીટ ગીત આપી બોલીવૂડના સફળ સંગીતકારોમાના એક છે. આ જોડી છે વિશાલ દદલાની અને શેખર રવજિયાની. આજે આ જોડીમાંના શેખરનો જન્મદિવસ છે તો ચાલો તેની વિશે જાણીએ થોડી અંતરંગ વાતો.

શેખર રવજિયાની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે, જેમણે પોતાના સંગીતના જોરે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. શેખર રવજીયાનીનો જન્મદિવસજન્મ 29 નવેમ્બર 1978ના રોજ ગુજરાતના ભુજમાં થયો હતો. શેખરએ નિયાઝ અહેમદ ખાસ પાસેથી સંગીતની તાલીમ લીધી છે.


તેણે રિયાલિટી શો ‘સારેગામાપા’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. જોકે બાદ તેને ગાવાની નહીં પરંતુ સંગીતકાર તરીકે કામ કરવાની તક મળી જે તેમે ઝડપી અને ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ માં પોતાનું પહેલું ગીત કમ્પોઝ કર્યું. શેખરને 2003માં આવેલી ફિલ્મ ‘ઝંકાર બીટ્સ’થી સફળતા મળી હતી. ‘ઝંકાર બીટ્સ’માં તેમના ગાવાના કારણે તેમને ‘ન્યૂ ટેલેન્ટ હન્ટ આરડી બર્મન’ એવોર્ડ પણ મળ્યો હતો.

શેખરની વિશાલ સાથે જોડાવવાની વાત પણ રસપ્રદ છે. વર્ષ 1997ની વાત છે, જ્યારે શેખરને ફિલ્મ ‘પ્યાર મેં કભી ભી’માં ગાવા માટે બોલાવવામાં આવ્યો હતો. રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચ્યા પછી ખબર પડી કે વિશાલને પણ ફિલ્મમાં ગાવા માટે બોલાવવામાં આવ્યો છે. જે બાદ બંનેએ સાથે ગીત ગાયું હતું. અહીંથી જ વિશાલ શેખરની જોડી હિટ બની હતી. જે બાદ આ જોડી 25 વર્ષથી સાથે છે. બન્ને સ્વભાવમાં અલગ છે, પરંતુ સંગીતની વાત આવે ત્યારે એક થઈ જાય છે. વિશાલ દેશના વિવિધ વિષયો પર પોતાના મંતવ્યો બેબાક બની આપે છે જ્યારે વિશાલ આ બધી વાતોથી અને સોશિયલ મીડિયાથી દૂર રહે છે.

ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’થી શરૂ થયેલી સફર હજુ પણ ચાલુ છે. શેખરે વિશાલ સાથે ‘એક અજનબી’, ‘ડર્ટી પિક્ચર’, ‘બેંગ-બેંગ’, ‘ગિપ્પી’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘હેપ્પી ન્યૂ યર’, ‘ઝિંદા’, ‘રા-વન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘શાદી કે’. ‘લાડુ’, ‘શબ્દ’, ‘સ્લેમ-નમસ્તે’, ‘ટશન’, ‘તીસમારખાન’, ‘હેટ્રિક’, ‘કર્મ’, ‘નોક આઉટ’, ‘વી આર ફેમિલી’, ‘લંડન’ ડ્રીમ્સ, ‘કુર્બાન’, ‘કમીને’, ‘દોસ્તાના’, ‘દસ’, ‘બ્લફમાસ્ટર’, ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’, ‘ઝંકાર બીટ્સ’, ‘કાંટે’, ‘કહાની’, ‘જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.


બન્ને સારા સંગીતકાર સાથે સારા ગાયક પણ છે. પઠાણનું બેશરમ રંગ હોય કે દોસ્તાનાનું જાને ક્યુ…બન્નેએ ગાયેલા ગીતો પણ એટલી જ ધૂમ મચાવે છે.
શિખરને જન્મદિવસથી વધાઈયું…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…