400 કલાકની મહેનત બાદ આખરે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં આ સમાચાર દેશભરમાં સમાચારમાં ચમકી રહ્યા છે. આ એક રેસ્ક્યુ ઓપરેશન માટે દરેક લોકોએ ભારે મહેનત કરી હતી અને આખરે તેઓ સફળ થયા. આવી સ્થિતિમાં ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા લોકોના બચાવ અભિયાનમાં જોડાયેલા આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે પણ આ અંગે તાજેતરનું નિવેદન આપ્યું છે.
આ રેસ્ક્યુ ઓપરેશનને ચમત્કાર ગણાવતા તેમણે વહેલી તકે મંદિર જવાની માહિતી આપી હતી. તેમણે વચન આપ્યું હતું કે, જો ઓપરેશન સફળ થશે, તો તે ચોક્કસપણે મંદિરમાં જશે અને તેનો આભાર માનશે. તમને જણાવી દઈએ કે આ નિવેદનના થોડા સમય બાદ તે એક મંદિરમાં પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા. ઓપરેશનની સફળતાનો ઉલ્લેખ કરતાં આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું કે, હું પણ એક પિતા છું.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | On the successful rescue of all 41 workers from the Silkyara tunnel, international tunnelling expert Arnold Dix says, "It's been my honour to serve, and as a parent, it's been my honour to help out all the parents getting their… pic.twitter.com/3A7rqf02VR
— ANI (@ANI) November 29, 2023
મારા માટે એ ખૂબ જ સન્માનની વાત છે કે ઘણા માતા-પિતા તેમના બાળકોને સુરક્ષિત જોઈ શકશે. તેમના અગાઉના નિવેદન દોહરાવતા તેમણે જણાવ્યું કે, મેં કહ્યું હતું કે નાતાલ સુધીમાં તમામ 41 મજૂરો સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરશે.
આ સમગ્ર ઓપરેશનની સફળતા અંગે પૂછવામાં આવતા આર્નોલ્ડે કહ્યું હતું કે નોંધનીય છે કે, અમે શાંત હતા અને જાણતા હતા કે અમને શું જોઈએ છે અને અમારે શું કરવાનું છે. અમે એક અદ્ભુત ટીમ તરીકે કામ કર્યું, અમારી પાસે આર્મીમાંથી શ્રેષ્ઠ એન્જિનિયરો હતા. તમામ એજન્સીઓ અને ફેડરલ સત્તાવાળાઓની મદદ બદલ આભાર, અમે આ સફળ મિશનનો એક ભાગ બન્યા. જોકે આ મિશન એકદમ પડકારજનક હતું.
આર્નોલ્ડ ડિક્સ જીનીવા સ્થિત ઇન્ટરનેશનલ ટનલીંગ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના વડા, ભૂસ્તરશાસ્ત્રી, એન્જિનિયર અને વકીલ છે. તેમણે મિશન દરમિયાન વચન આપ્યું હતું કે, જો મિશન સફળ થશે, તો તેઓ મંદિરમાં આભાર માનવા માટે જશે, ત્યારબાદ આર્નોલ્ડ ડિક્સ મંગળવારે બચાવ સ્થળ પર કામચલાઉ મંદિરમાં પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
આર્નોલ્ડ ડિક્સની મંદિરમાં માથું ટેકાવતી તસવીર શેર કરતા ભાજપના અમિત માલવિયાએ લખ્યું હતું કે , “જ્યારે વિજ્ઞાન ટેક્નોલોજીને શ્રદ્ધાનો સાથ મળે છે. આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રાર્થના કરી રહેલા પૂજારી સાથે જોડાયા હતા. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.