આમચી મુંબઈ

મુંબઈના ભૂતપૂર્વ મેયરની ધરપકડ

સીએમ શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો

મુંબઇઃ મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના (ઉબાઠા)ના અગ્રણી નેતા દત્તા દલવીની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ બુધવારે ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાનના સમર્થકો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. શિંદેના સમર્થકોએ આરોપ મૂક્યો હતો કે ભાંડુપમાં એક જાહેર સભા દરમિયાન દલવીએ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ભાંડુપ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A(1)(a), 153B(1)(b), 153A(1)(C), 294, 504 અને 505 હેઠળ કેસ નોંધ્યો છે.

દત્તા દલવી, હાલમાં શિવસેના (ઉબાઠા) જૂથમાં, 2005 થી 2007 સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ પર હતા જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધનનું બીએમસીમાં શાસન હતું. તે પહેલા, તેઓ સતત ત્રણ ટર્મ સુધી BMCમાં કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ભાંડુપ પોલીસના જણાવ્યા અનુસાર, ભાંડુપ પોલીસ સ્ટેશન પાસે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બેઠકમાં દલવીએ સીએમ એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ભાંડુપ પોલીસે આજે સવારે 8 વાગ્યે વિક્રોલી સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમની ધરપકડ કરી છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


દરમિયાન એવી માહિતી મળી છે કે ભાંડુપ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ઠાકરે જૂથના કાર્યકરો એકઠા થયા છે. કાર્યકરો પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સાંસદ સંજય રાઉત અને ધારાસભ્ય સુનીલ રાઉત પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. દત્તા દલવીની ધરપકડ શા માટે થઈ? રાઉત પોલીસને આ સવાલ કરવાના છે. આ પછી તે મીડિયા સાથે વાત કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button