આપણું ગુજરાત

ગૌચરની જમીન ચરી જનારા આખલા સામે પગલાં ભરો: માલધારી સમાજ આંદોલન કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ સહિતનાં મહાનગરો અને નગરોની આસપાસ આવેલી લાખો એકર ગૌચર જમીનને યેનકેન પ્રકારે પચાવીને ઇમારતો અને પ્લોટ કે કારખાના બાંધી દેનારાં જમીન માફિયાઓને કારણે શહેરોની આસપાસ પશુઓ માટે કોઇ ચરિયાણ બચ્યું નથી. બીજી બાજુ શહેરોમાં વસવાટ કરનારા પશુપાલકો સામે રખડતા ઢોર સામે નવી નીતિના નામે કાયદાનો કોરડો વિંઝવામાં આવ્યો છે જેની સામે હવે માલધારી સમાજે આંદોલનનું બ્યૂગલ ફૂંક્યું છે. તેમજ ગૌચર જમીન પચાવી પાડનારા માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માગણી સાથે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપી છે. ગુજરાતમાં માલધારી મહાપંચાયતની બેઠક યોજાઈ હતી. જેમાં માલધારી સમાજ માલધારીઓની ગોચરની જમીન પચાવી પડનારાઓ સામે વિરોધ નોંધાવામાં આવ્યો હતો.
ાલધારી એકતા સમિતિ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દસ્તાવેજ ધરાવનારા પશુમાલિકો જ ઢોર રાખી શકે તેવા નિયમ તમામ વ્યવસાયોમાં લાગુ કરવામાં આવે તેવી માલધારી સમાજ દ્વારા રજૂઆત કરશે.

ગુજરાતમાં માલધારીઓનું એક જલદ આદોલન શરૂ થવાના એધાણ સમગ્ર રાજ્યમાં આકાર લઈ રહ્યું છે. અમદાવાદ શહેરનો માલધારી સમાજ પોતાની માગણીઓને લઈને અમદાવાદ મનપા સામે ધરણા કરશે. શહેરના માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. મોટી સંખ્યામાં માલધારીઓ એકઠા થશે અને રખડતા ઢોર નિયંત્રણ પૉલિસીનો વિરોધ કરશે. સરકારની રખડતા ઢોર નિયંત્રણની નવી પૉલીસી અને ગોચર જમીનને લઈને માલધારી સમાજ ભારે રોષે ભરાયો છે. હાઈ કોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણની નવી પૉલીસી જાહેર કરી હતી. ત્યારબાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બની છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત