ઈન્ટરવલ

તમારું કોમ્પ્યુટર સુરક્ષિત છે, તો તમે પણ સુરક્ષિત છો

૩૦ નવેમ્બર કોમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે ઉજવાય છે

વિશેષ -લોકમિત્ર ગૌતમ

જ્યારે ‘કોમ્પ્યુટર સુરક્ષા’ શબ્દ વપરાય તેનો સીધો મતલબ છે કે ‘પોતાની ડિજિટલ જીવનશૈલીને સુરક્ષિત બનાવવી.’ કોમ્પ્યુટર આપણા જીવનનો આટલો અવિભાજ્ય હિસ્સો બની ગયું છે તો સ્વાભાવિકપણે તેની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. તેની જરૂરિયાત અમેંરિકામાં મોટીમોટી કોર્પોરેટ કંપનીઓ અને બેંકોને એંશી અને નેવુંના દસકામાં જ સમજાઈ ગઈ હતી. તેથી જ કોમ્પ્યુટર ડેટાને સુરક્ષિત રાખવા બાબત કોર્પોરેટ કંપનીઓ અને બેંકો સાથે સામાન્ય લોકોને પણ જાગૃત કરવા ૧૯૮૮ની ૩૦ નવેમ્બરે વિશ્ર્વ કોમ્પ્યુટર સુરક્ષા દિવસ નામથી કોમ્પ્યુટર સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ સાલ આ પરંપરાનું છત્રીસમું વર્ષ છે. અમેરિકામાં તો હવે આખો મહિનો ‘નેશનલ સાયબર સિક્યોરિટી અવેરનેસ’ મંથ રૂપે ઉજવાય છે. આ મહિના દરમિયાન લોકોને સજાગ કરવામાં આવે છે કે તેઓએ પોતાની રોજિંદી જિંદગીમાં ખાસ જાણકારીઓને કોમ્પ્યુટરમાં સુરક્ષિત રાખવા સતર્ક રહે, કેમકે આ જાણકારીઓ સાર્વજનિક થઇ જવાથી અનેક રીતે નુકસાન થઇ શકે છે. ભલે કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન પ્રતિ જાગૃત રહેવાની વ્યવસ્થિત શરૂઆત અમેરિકામાં થઇ હોય, પણ આજે ભારતીયોને અમેરિકનો કરતાં કોમ્પ્યુટર સુરક્ષા પ્રતિ ઘણું વધુ જાગૃત રહેવાની જરૂર છે. કેમકે હિન્દુસ્તાન બહુ તેજ ગતિએ સાયબર ક્રાઇમનો વૈશ્ર્વિક ગઢ બનતું જાય છે. તેનો અંદાજ એ વાતથી મેળવી શકાય છે કે દેશમાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ કરવા માટે ૧૯૩૦ નંબરની જે હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે, તેમાં આ વર્ષે માત્ર એપ્રિલ મહિનામાં જ ૭ લાખતજી વધુ ફરિયાદો આવી છે. તેનો મતલબ છે પ્રત્યેક દિવસે લગભગ ૨૩,૩૩૪, પ્રત્યેક કલાકે ૯૭૨, અને દરેક મિનિટે ૧૬ છેતરપિંડીની ઘટનાઓ બની. આટલી તેજ રફ્તાર ભાગ્યેજ કોઈ અપરાધમાં ક્યારેય દેખાઈ હશે. ભારતીય રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૨-૨૩માં સાયબર અપરાધીઓએ સામાન્ય લોકોનાબેન્ક ખાતામાંથી તેમના જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ૨૭૬ કરોડ રૂપિયા તફડાવી લીધા.

માત્ર રાજધાની દિલ્હીમાં જ વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં સાયબર અપરાધને લગતાં ૧.૨૭ લાખ કેસ અનિંર્ણિત હતા, જે હવે વધીને લાખોમાં પહોંચી ગયા છે. દેશમાં સાયબર અપરાધોનું કેવું પૂર આવ્યું છે તેનો અંદાજ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના એ ખુલાસાથી પણ આવે છે કે ૨૦૨૧થી ૨૦૨૩ની વચ્ચે ૪૨ લાખ એવા મોબાઈલ શોધી કઢાયા જેમના દ્વારા નકલી દસ્તાવેજો અહીં થી ત્યાં કરવાની ગતિવિધિઓ ચાલી રહી હતી. ભારત માટે કોપ્મ્યુટર સુરક્ષા અથવા ડિજિટલ સિક્યોરિટી પ્રતિ સજાગ બનવું અન્ય દેશોની સરખામણીએ એટલા માટે પણ જરૂરી છે, કેમકે આખી દુનિયામાં થતી ડિજિટલ ચુકવણીઓમાંથી એકલા ભારતનો હિસ્સો ૪૦ ટકાનો છે.

તેનો સાફ મતલબ એ છે કે દુનિયાની સરખામણીમાં ભલે કદાચ આપણો દેશ વધુ નિરક્ષર હોય, ભલે દુનિયાના મુકાબલે કોપ્મ્યુટર ઇલિટરસી સૌથી વધુ હોય; તેમ છતાં હકીકત એ છે કે રોજિંદા જીવનમાં કોમ્પ્યુટરનો સૌથી વધુ ઉપયોગ આપણે જ કરીએ છીએ અને સાયબર અપરાધોની સૌથી વધુ ઘટનાઓ આપણા દેશમાં જ બને છે. તેથી દુનિયાના કોઈ પણ દેશ કરતા ભારતીયોએ કોમ્પ્યુટર સુરક્ષા પ્રત્યે સૌથી વધુ સજાગ થવાની જરૂર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…