ત્રીજી ટવેન્ટી-20માં ભારત સામે ઓસ્ટ્રેલિયા 5 વિકેટે જીત્યું
ઋતુરાજ ગાયકવાડની ધમાકેદાર બેટિંગ પાણીમાં, મેક્સવેલે કરી કમાલ
ગુવાહાટીઃ અહીંના બરસપારા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટવેન્ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી. એકસાથે છ ખેલાડીને ટીમમાંથી પડતા મૂકીને ઓસ્ટ્રેલિયન ટીમે સૌને ચોંકાવ્યા હતા, જેમાં ટીમ ઈન્ડિયાની પહેલી બેટિંગમાં ત્રણ વિકેટે મજબૂત 222 રનનો સ્કોર કર્યો હતો.
223 રનનો સ્કોર અચીવ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ ત્રીજી મેચ 5 વિકેટે જીત્યું હતું. 20 ઓવરમાં છેલ્લા બોલે મેક્સવેલે (104) જીત અપાવી હતી. ભારતના ઘરઆંગણે રમાઇ રહેલી 20-20ની પાંચ મેચની સીરીઝમાં આજની મેચમાં ભારત હાર્યું હોવા છતાં 2-1થી ભારત આગળ રહ્યું છે.
લક્ષ્યાંક હાંસલ કરવા આવેલી ઓસી ટીમમાં ટ્રેવિસ હેડ અને એરોન હાર્ડીએ આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ બંનેની જોડીને નવોદિત અવેશ ખાન અને અર્શદીપ સિંહે વિકેટ ઝડપી હતી. ટ્રેવિસ હેડ 18 બોલમાં 35 રન તથા એરોન હાર્ડીએ 12 બોલમાં 16 રને આઉટ થયા હતા, ત્યારબાદ જોશ ઈંગ્લિશ, ટિમ ડેવિડ અને માર્કસ સ્ટોઈનીસની સસ્તામાં વિકેટ પડી હતી. આમ છતાં ગ્લેન મેક્સવેલ (48 બોલમાં 104 રન કર્યા હતા, જેમાં 8 સિકસર અને 8 ચોગ્ગા માર્યા હતા, જ્યારે કેપ્ટન કમ વિકેટ કિપર મેથ્યુ વેડે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારત વતીથી રવિ બિશ્નોઈએ વધુ (2)વિકેટ ઝડપી હતી, જ્યારે અવેશ ખાન, અક્ષર પટેલ અને અર્શદીપને પણ એક-એક વિકેટ ઝડપી હતી. આમ છતાં ટીમ ઇન્ડિયાના બોલર મેકસવેલની વિકેટ ઝડપી શક્યા નોહોતા, તેથી ભારત હાર્યું હતું.
જોકે, ટીમ ઈન્ડિયાવતીથી ઓપનિંગમાં આ વખતે યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન સસ્તામાં વિકેટ પડી હતી. આમ છતાં ઋતુરાજ ગાયકવાડે ધમાકેદાર બેટિંગ કરીને 123 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. 13 ચોગ્ગા અને સાત સિક્સર સાથે 57 બોલમાં 123 રન કર્યા હતા. સુકાની સૂર્યકુમાર યાદવે પણ 29 બોલમાં 39 રન કર્યા હતા, જ્યારે તિલક વર્મા પણ નોટઆઉટ રહીને 24 બોલમાં 31 રન ફટકાર્યા હતા.
ભારતે પહેલી વિકેટ 14 રન, બીજી વિકેટ 24 રન, 81 રને ત્રીજી વિકેટ પડી હતી, જ્યારે 23 રન એક્સ્ટ્રા આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસન, એરોન હાર્ડી અને જેસન બેહરનડોર્ફને એક-એક વિકેટ મળી હતી.