મજૂરોને બચાવવા માટે બાબાની ભવિષ્યવાણી સાચી પડી…
ઉત્તરકાશી: યમુનોત્રી હાઈવે પર નિર્માણાધીન સિલ્કયારા ટનલમાં 12મી નવેમ્બરથી ફસાયેલા 41 મજૂરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અહીંના આરાધ્ય દેવ બાબા બૌખનાગની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. મજૂરોને બહાર કાઢવા માટે રોજેરોજના અવરોધો વચ્ચે સ્થાનિક લોકોએ બાબા બૌખનાગ સ્થિત ભાટિયા ગાંવ પહોંચીને મજૂરોને સહી સલામત બહાર કાઢવા માટે માનતા માની હતી.
આ માનતા માન્યા પછી આગામી ત્રણ દિવસમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું જણાવાયું હતું. એની વચ્ચે અનેક અવરોધ આવ્યા અને હવે આજે ત્રીજા દિવસે મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મળતા અહેવાલ અનુસાર સિલ્કયારા ખાતે આવેલી આ ટનલની બહાર બાબા બૌખનાગ મંદિર હતું જેને ટનલના કામ માટે હટાવવામાં આવ્યું હતું. આ આકૃતિ અને બાબા બૌખનાગ મંદિરને લઈને હવે નવી બાબત જાણવા મળી છે. મજૂરોના રેસક્યું થવાના સમાચાર આવતા જ બાબા બૌખનાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી હોવાની ચર્ચાને વેગ મળ્યો છે.
મજૂરોને બચાવવામાં અનેક તકલીફો આવતા અહીના રેસક્યુ ટીમના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ બાબા બૌખનાગ મંદિરના મુખ્યસ્થાને જઈ મજૂરો ઝડપથી અને સુરક્ષિત બહાર નીકળે એવી પ્રાર્થના કરી હતી.
બાબા બૌખનાગના પશ્વા (એક પ્રકારના પૂજારી) એ એવી ભવિષ્યવાણી કરી હતી કે આવતા ત્રણ દિવસોમાં ટનલમાં ફસયેલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. મજૂરોને બચાવવામાં અનેક સમસ્યાઓ આવશે એવી ભવિષ્યવાણી કરી હતી, અને આજે ત્રીજા દિવસે મજૂરોને બહાર કાઢવાનો માર્ગ ખુલ્લો થયો છે.
મજૂરોની સલામતી માટે ટનલના અધિકારીઓએ બાબા બૌખનાગના પશ્વાને અહીં પૂજા પાઠ કરાવવા માટે કાર મોકલી હતી. તમને જણાવી દઈએ કે બાબા બૌખનાગને અહીના ગામના દેવતા છે, જે અહીંના વિસ્તારની રક્ષા કરે છે, એમ સ્થાનિક લોકોનું માનવું છે.
ગામના લોકોએ જણાવ્યુ હતું કે અહીં ટનલની જગ્યાએ પહેલા બાબા બૌખનાગના મંદિરનું નિર્માણ કરવામાં આવવાનું હતું પણ પછીથી કંપનીએ મંદિર બનાવ્યું નહતું એટ્લે આ ઘટના બની છે. મજૂરોના રેસક્યું મિશન વખતે રેકયું ટીમ રોજ બાબા બૌખનાગની પૂજા કરી હતી. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ધામીએ ટનલમાં પાઇપ નાખતા ફેસબુક પોસ્ટ કરી લખ્યું બાબા બૌખનાથજીની કૃપા રહી હતી.