નેશનલ

3 વર્ષની બાળકી પર આ રીતે પડ્યો ભારેખમ કાચનો દરવાજો, CCTV થયા વાયરલ

પંજાબ: લુધિયાણામાં એક 3 વર્ષની બાળકી ભારેખમ કાચનો દરવાજો પડતા તે દરવાજા નીચે દબાઇ ગઇ હતી અને મોતને ભેટી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

રુંવાટા ઉભા કરી દેનાર આ વીડિયો જોઇને બાળકીની દયા આવી જશે. લુધિયાનાની એક બજારમાં ફર્નિચર શો રૂમમાં રાત્રિના સમયે આ ઘટના બની હતી. માસૂમ બાળકી શોરૂમમાં રમી રહી હતી. શો રૂમની અંદર શીશા લગાવેલા દરવાજા મૂકાયા હતા તેની આસપાસ આ બાળકી રમી રહી હતી.

વાયરલ થઇ રહેલા સીસીટીવીમાં જોઇ શકાય છે કે બાળકી રમતમાં ભારે દરવાજાને પકડી લે છે પણ તે કંઇ વધુ સમજે એ પહેલા દરવાજો આડો થઇને તેનું આખું વજન બાળકી પર આવી જાય એ રીતે બાળકી પર પડી જાય છે અને બાળકી દરવાજા નીચે દબાઇ જાય છે. એ પછી બાળકીની ચીસાચીસ સાંભળીને તેના માબાપ સહિત લોકો દોડી આવે છે અને દરવાજો હટાવી લે છે પરંતુ બાળકી બેભાન હાલતમાં હોય છે.

બાળકીને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યારે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે બાળકીના માબાપ સ્તબ્ધ છે. પરિવાર ઘેરા આઘાતમાં છે. હજુસુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button